fbpx
ગુજરાત

કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો

ગુજરાત રાજ્યમાં ફરી એકવખત કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. એવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ફરી હાડ થિજવતા કોલ્ડ વેવ શરૂ થશે અને જેના કારણે ઠંડીનું જોર ફરી વધશે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ પછી ઠંડી ઘટવા લાગે છે. પણ આ વખતે એવું બન્યું નથી. શિત લહેરને લઈને ખાસ પ્રકારની તકેદારી રાખવા માટે તબીબોએ પણ સૂચન કર્યું છે અને હવામાન ખાતાની પ્રમાણે સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધારે અનુભવાશે, જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ તથા વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, બે દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. પછીથી હળવા ઝાપટા થયા બાદ એકાએક બર્ફિલા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયો છે

Follow Me:

Related Posts