fbpx
અમરેલી

ચીતલ માં સ્વ. શંકરભાઈ જોશી ની સ્મૃતિમાં ૭૮ મો નેત્રયજ્ઞ યોજાયો

અમરેલી ચીતલ માં સ્વ. શંકરભાઈ જોશી ની સ્મૃતિમાં  ૭૮ મો નેત્રયજ્ઞ  યોજાયોરણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૮  મો નેત્રયજ્ઞ સ્વ.શંકરભાઈ જોશી ની સ્મૃતિમાં  હસુભાઈ જોશી  ના સહયોથી  ચિતલ ના નવ નિયુક્ત ઉપસરપંચ  રઘુવીરસિંહ સરવૈયા ના અધ્યક્ષતામાં યોજાયો  જેનું ઉદઘાટન નિવૃત આચાર્યા હેમલતાબેન જોશી ના હસ્તે કરવામાં આવેલકેમ્પ માં આંખ ના દર્દીઓ ની તપાસ અને સારવાર કરવામાં આવેલ  અને ૨૬ દર્દીઓને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ  ખાતે લઇ જવામાં આવેલ આ પ્રસંગે  જિલ્લા પંચાયત ના સભ્ય  સુરેશ ભાઈ  પાથર, ખોડલધામના મનું ભાઈ દેસાઈ,   અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ શુક્લ,તાલુકા પંચાયત ના સભ્ય જે.બી.  દેસાઈ , પાયાલબેન્ બાબરીયા, ફોજી અક્ષય પાનેલિયા ,લાભુભાઈ ચિત્રોડા, મહેશભાઈ બાબરીયા, પ્રતીક લીબાસિયા,વગેરે ઉપસ્થિત રહેલ નેત્રનિદાન કાર્ય ક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા , બીપીનભાઈ દવે , સંજયભાઈ લીબાચિયા,  વિઠ્ઠલભાઈ   કથરિયા,રાજુભાઈ ધાનાણી,વી. ડી.લીબાસિયા,છગનભાઈકાછડીયા, રમેશ ભાઈ સોરઠીયા ,  છગનભાઈ દેસાઈ, દિનેશભાઈ મેસીયા, દિવ્યેશ ભાઈ બોદર, ખોડાભાઇ  ધાંધુકીયા,રનરેન્દ્ર પરી,વગેરે જહેમત ઉઠાવી  હતી

Follow Me:

Related Posts