fbpx
અમરેલી

રાષ્ટ્રના ૭૩ માં ગણતંત્રદિન ઉજવણી નિમિતે સા.કુંડલાના માનવમંદિર આશ્રમે ડાયનેમિકગૃપના પ્રમુખ બાવીશીના હસ્તે ઘ્વજ વંદન

સાવરકુંડલા રાષ્ટ્રના ૭૩  માં ગણતંત્રદિન ઉજવણી નિમિતે સા.કુંડલાના માનવમંદિર આશ્રમે ડાયનેમિકગૃપના પ્રમુખ શ્રી બાવીશીના હસ્તે ઘ્વજ વંદન અસ્થિારમગજની બહેનોની પૂ.ભકિતરામબાપુ હરિના બાળકો ની સેવાકરીને સમગ્ર ગુજરાતને માનવસેવાનો સંદેશ આપી રહયાં છે એજ સાચી રાષ્ટ્ર ભાવના છે-હરેશ બાવીશી.માનવસેવા એજ પ્રભુસેવા એજ આજીવન મારો જીવનમંત્ર રહેશે-પ.પૂ.ભકિતરામબાપુ .સાવરકુંડલામાં માનવ સેવાના પ્રતિક સમા માનવમંદિર આશ્રમખાતે આશ્રમના સંચાલક,કથાકાર પ.પૂ.ભકિતરામબાપુના સાનિઘ્ય માં ભારત દેશના ૭૩ માં પ્રજાસતાકપર્વની ઉજવણી રાષ્ટ્રિભાવના સાથે કરવામાં આવી હતી. સ્વપતંત્રભારતના ૭૩ માં ગણતંત્રદિન ઉજવણીમાં ઘ્વજ વંદન અમરેલીની,યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થા  ડાયનેમિકગૃપ-અમરેલીના પ્રમુખ પ્રા.હરેશ બાવીશીના વરદહસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે આશ્રમમાં આશરો લેતી સાંઈઠ જેટલી અસ્થિર મગજની હરિના બાળકો સમાન બહેનોએ રાષ્ટ્રઘ્વ્જને સલામી આપી રાષ્ટ્રગાન કરીને ઉપસ્થિત સૌને ભાવવિહોર કરી દીધા હતા. જ્ઞાતિ-જાતિ-ધર્મ-વડાઓથી પર રહી માત્ર માનવસેવાના મંત્ર સાથે આશ્રમનું સંચાલન કરતા વિચારકશ્રી ભકિતરામબાપુના સાનિઘ્ય માં માનવમંદિર ઘ્વજ વંદન પ્રસંગે નિવૃત આર્મીમેન અતુલ જાની, પત્રકારશ્રી સુર્યકાંત ચૌહાણ,બળવંત મહેતા,અશોકભાઈ અગ્રાવત,હર્ષદભાઈ બારોટ,ધવલ જાની, વિજપડીથી ઓલ ઈન્ડિયા પચામે ઈન્સિાેનિયત ફોરમના પ્રમુખ આરીફભાઈ ઝાખરા,ઉપપ્રમુખ અમીનભાઈ ખોખર, તેમજ મૌલાના મુઝઝમીલ પાલનપુરી,મનસુખભાઈ પેથાણી, પ્રફુલભાઈ પેથાણી સહિતના આગેવાનો ઉપસ્થિેત રહયાં હતા. ૭૩ માં પ્રજાસતાકદિન ઉજવણી નિમિતે હરેશબાવીશી એ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં પ.પૂ.ભકિતરામબાપુના માનવસેવાના કાર્યને બિરદાવીને ઉપસ્થિત સૌને અભિનંદન આપ્યાં હતા. આ તકે પ.પૂ.ભકિતરામબાપુ તથા મૌલાના મુઝઝમીલ પાલનપુરીએ પોતાના વકતવ્ય સમાં માનવધર્મથી મોટો કોઈ ધર્મ નથી ત્યારે રાષ્ટ્ર ના દરેક નાગરિકે માનવધર્મના પથ પર કાર્ય કરી રાષ્ટ્ર ભાવના વ્યકત કરવી જોઈએ.

Follow Me:

Related Posts