વલસાડ જિલ્લામાં કોરોના કેસ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે
વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વલસાડ તાલુકામાં ૧,૦૧૨ એક્ટિવ, પારડી તાલુકાના ૧૯૩ એક્ટિવ કેસ, વાપી તાલુકામા ૩૧૭ એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં ૧૩૪ એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ ૧૯૫ અને કપરાડા તાલુકામાં ૭૦ એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા ૧૧ હજાર ૬૩૪ સંક્રમિત કેસ સામે ૯ હજાર ૨૩૩ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.
વલસાડના કૈલાશ રોડ ઉપર રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા અને સર્વાણી રેસિડેન્સીમાં રહેતા ૮૯ વર્ષીય વૃદ્ધને કોરોના ભરખી ગયો હતો. ૧૦ જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત થતા રસીકરણ કેન્દ્રોથી ૩૨,૪૯૭ લાભાર્થીઓ બુસ્ટર ડોઝ લઈ ચુક્યા છે.વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. જિલ્લામાં ૧૧૭ વધુ કેસ સામે આવતા એક્ટિવ કેસ ૧,૯૨૧ પર પહોંચ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા ૧૧૭ કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી ૭૪, પારડી ૯, વાપી ૬, ઉમરગામ ૧૫, ધરમપુર ૮ અને કપરાડા તાલુકામાંથી ૪, મળી વલસાડ જિલ્લામાંથી ૧૧૭ કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા.
જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે ૩૮૫ દર્દીઓએ કોરોનાને માત આપી હતી. વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં ૧૧૭ નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૧,૯૨૧ પર પહોંચી ચુક્યો છે.
Recent Comments