તમે પણ નહીં જાણતા હોવ મધ અન લવિંગ સાથે ખાવાથી થતા આ લાજવાબ ફાયદાઓ વિશે
લવિંગ અને મધ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લવિંગ અને તજમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તેમજ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર બન્નેનું એક સાથે સેવન કરવાથી પાચન ક્રિયા સારી થાય છે અને અનેક સાંધાના દુખાવામાંથી પણ છૂટકારો મેળવી શકાય છે. તો આજે જાણી લો તમે પણ લવિંગ-મધ ખાવાની સાચી રીત વિશે, જે તમને અનેક સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ મધ અને લવિંગ સાથે ખાવાથી શરીરને થતા આ ફાયદાઓ વિશે…
ગળામાં થતી બળતરા દૂર કરવા
શિયાળાની ઋતુમાં ગળામાં દુખાવો થવો, ગળામાં સોજો આવવો, ગળામાં ઇન્ફેક્શન થવું, ખાંસી આવવી, શરદી થવી જેવી અનેક સમસ્યાઓ સામે લડવામાં મધ અને લવિંગ ઉત્તમ દવા છે. આ બધાથી બચવા માટે તમે ¼ નાની ચમચી લવિંગના પાઉડરમાં થોડુ મધ નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બે ચમચી જેટલું લઇને મોંઢામાં મુકી દો. આ આર્યુવેદિક ઉપચાર તમારા માટે દવા કરતા પણ વધારે સારું કામ કરશે. આ ઘરેલું ઉપચાર તમને શરદીથી લઇને બીજી અનેક સમસ્યાઓ સામે રાહત આપશે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહે
લવિંગ અને મધમાં હાજર રહેલા તત્વો બ્લડ સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે ત્રણ લવિંગ પીસીને બારીક પાઉડર બનાવી દો. ત્યારબાદ એમાં 1 ચમચી મધ મિક્સ કરીને એનું સેવન કરો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને લીવરની બીમારીથી પણ બચી શકાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ બને
જો તમે મોટાપાથી પરેશાન છો તો તમારે લવિંગ અને મધની ચા બનાવીને પી જોઇએ. મધ અને લવિંગની ચા પીવાથી વજન સડસડાટ ઘટવા લાગે છે. આ બન્ને વસ્તુઓ કેલરીને તેજીથી બર્ન કરવાનું કામ કરે છે જેથી કરીને વજન સડસડાટ ઘટવા લાગે છે.
Recent Comments