યુવાનો કરતા મોટી ઉંમરના લોકો લગ્નજીવન ટકાવવામાં માને છે
એકબીજાની ખૂબી અને ખામી સ્વીકારી જાેડે રહેવું કે અપેક્ષા પૂરી ના થતા અલગ થઇ જવું ? તેના પ્રત્યુત્તરમાં ૧૮ થી ૨૫ વર્ષના ૫૨% યુવાનોએ કહ્યું કે અલગ થઈ જવું જાેઈએ, ૨૬ થી ૪૦ વર્ષના ૪૦% એ કહ્યું કે અલગ થઈ જવું જાેઈએ જ્યારે ૪૧થી વધુ ઉંમર ધરાવતા માત્ર ૧૭% લોકોએ અલગ થઇ જવાનું જણાવ્યું. આમ મોટી ઉંમરના બહુ ઓછા લોકો છૂટા થવામાં સહમત થાય છે. કૌટુંબિક પ્રશ્નોના કારણે અલગ થઇ જવું યોગ્ય છે? જેમાં ૧૮ થી ૨૫ વર્ષના ૫૬% લોકોએ હા જણાવી, ૨૬ થી ૪૦ વર્ષના ૩૮% વર્ષના લોકોએ હા અને ૪૧% થી મોટી ઉંમરના માત્ર ૭% લોકોએ જ હા કહી હતી.
યુવાનો કરતા મોટી ઉંમરના લોકો લગ્નજીવન ટકાવવામાં માને છે.૮૧% લોકોએ સ્વીકાર્યું હતું કે, આધુનિકીકરણ અને પશ્ચિમીકરણનાં કારણે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. ૭૬.૪% લોકોએ કહ્યું કે લગ્નના વર્ષો બાદ જુદા થવા પાછળ સોશિયલ મીડિયા કે ફિલ્મ જગતની ભૂમિકા છે.લાંબા સમયના લગ્નજીવન બાદ પણ અલગ થઇ જવું શું યોગ્ય છે ? તેના જવાબમાં ૧૮થી ૨૫ વર્ષના યુવાનોમાં ૬૩% લોકોએ હા કહી, ૨૬ થી ૪૦ વર્ષના ૪૧% લોકોએ હા કહ્યું જ્યારે ૪૧થી વધુ ઉંમર ધરાવતા માત્ર ૩૧% લોકોએ હા જણાવી. આમ મોટી ઉંમરના લોકો છૂટાછેડાનો સ્વીકાર કરતા નથી જ્યારે યુવાન છૂટાછેડાનો સ્વીકાર કરે છે
.આજના યુગમાં લગ્નજીવનના વર્ષો વીતી ગયા પછી પણ બાળકો હોવા છતાં પણ છૂટા પડી જવાનું વલણ વધ્યું છે ત્યારે એવા કિસ્સાઓમાં કારણો શું હોય તે વિશે મનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થીની મોર ભારતીએ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ૧૧૧૦ લોકો પર એક સર્વે હાથ ધર્યો જેમાં જાેવા મળ્યું કે યુવાનોમાં સહનશીલતા ઘટતી હોવાના કારણે તેઓ છૂટાછેડા લેવાનો મત ધરાવે છે જ્યારે પ્રૌઢો અને વૃદ્ધ લોકો આ બાબતે સહમત થતા નથી.
Recent Comments