નખત્રાણાના વથાણમાં ગેરેજવાળાએ હાઈબ્રિડ સ્કૂટર તૈયાર કર્યું
નખત્રાણાના વથાણમાં રાજાભાઇ મિકેનિકે બનાવેલી એક્ટીવા ચલાવતી વખતે બિલકુલ પ્રદૂષણ નથી કરતી અને ઘોંઘાટ પણ થતો નથી. આમાં પેટ્રોલની પણ બચત થાય છે, તો અન્ય ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. એક વખત ઇલેક્ટ્રીક બાઇક અલ્ટરેશન ફીટ કર્યા બાદ કીટની એક વર્ષની તેમજ ચાર્જરની પણ ગેરંટી આપવામાં આવે છે. ફીટ કરેલી મોટર વોટરપ્રુફ હોવાથી વરસાદમાં પણ ઈલેક્ટ્રીક બાઈક ચલાવી શકાય છે. રાજાભાઈ કોઠારીએ પોતે જાતે જ પોતાના અનુભવોથી આ ટ્ઠઙ્મંીટ્ઠિંર્ૈહ ફિટ કર્યું છે.
જુના વાહનમાં તેને ફિટ કરી એસેમ્બલ કરી આપવામાં આવે છે. એક્ટિવા, પ્લેઝર, મેટ્રો, એક્સેસ, હોન્ડા એવીએટર , ક્લિક ડિયો, ગરેસીયા નેવી હીરો ક્યુટ મેષ્ટ્રો ડેસ્ટીની સુઝુકી એક્સેસ ૧૨૫ જેવી સ્કુટી તેમજ એક્ટિવામાં આ અલ્ટરેશન રાજાભાઈ કરી આપે છે. જે ઈલેક્ટ્રીક બાઈક હોવાથી ફેરીયા તેમજ અખબાર વિતરણ જેવા વ્યવસાય સાથે સંકળાયેલાઓને પેટ્રોલની બચત સામે ફાયદો કરાવે છે. આમાં મોટર ટાયરમાં હોવાથી એન્જિન ખોટકાઈ જાય તો પણ ઈલેક્ટ્રીક ગાડી ચલાવી શકાય છે.
એક વખત કીટ ફિટ કર્યા બાદનો મેન્ટેનન્સ ખર્ચ થાય છે અને ત્રણ વર્ષ સુધીની ગેરેન્ટી પણ આપવામા આવે છે. આમ રાજા ભાઈએ જુના વાહનમાં ઇલેક્ટ્રિક હાઈબ્રીડ બાઇક તૈયાર કરી છે.નખત્રાણાના વથાણમાં બાઈક રીપેરીંગની દુકાન ધરાવતા રાજાભાઈ કોઠારીએ હાઇબ્રિડ સ્કૂટર તૈયાર કર્યું છે. જેમાં તેમણે પેટ્રોલ તેમજ ઈલેક્ટ્રીક બાઈકનો સમન્વય ધરાવતી હાઇબ્રીડ ઈલેક્ટ્રીક એક્ટીવા તૈયાર કરી છે. જે પેટ્રોલની બચતની સાથે અવાજના પ્રદૂષણથી મુક્ત છે. આ એક્ટીવા ઈલેક્ટ્રીક બેટરીની સાથે પેટ્રોલથી પણ ચલાવી શકાય છે. ચાર્જિંગ કર્યા બાદ આ ઈલેક્ટ્રીક એકટીવા ૬૦ની સ્પીડમાં ૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. એક્ટીવામાં ૬૨ વોલ્ટની બેટરી એસેમ્બલ કરવામાં આવી છે.
મોટર સિસ્ટમ, ગાડીના પાછળના ટાયરમાં ફીટ કરવામાં આવી છે. ત્યારબાદ તેમાં લિખીમ વાળી બેટરી ફીટ કરાઈ છે, જે વાહનને ચાલવામાં તાકાત પૂરી પાડે છે અને એક વખત ચાર્જ કર્યા બાદ ૬૦ કિમી ગાડી ચલાવી શકાય છે. એક્ટીવા પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ચાર્જરથી પણ ચાલે એ માટે અલગથી સ્વીચ બેસાડવામાં આવી છે. બેટરી પૂરી થાય તો પેટ્રોલ અને પેટ્રોલ ખૂટી જાય તો ચાર્જિંગથી પણ આ ગાડી ચલાવી શકાય છે.
Recent Comments