ગુજરાત

કલોલમાં પ્રેમિકાનું અપહરણ કરી હત્યા કરનારો મુંબઈથી ઝડપાયો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ મથકમાં સગીરાનું અપહરણ – દુષ્કર્મની ફરિયાદ વર્ષ ૨૦૨૧ માં દાખલ થઈ હતી. જેનાં પગલે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગુનો ઉકેલી દેવા સ્પેશિયલ ઓપરેશન ગૃપને એક્ટિવ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાની લાશ મળી આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જય ઉર્ફે જયકિશન ઉર્ફે જેકી મનોજભાઇ સવજીભાઇ ચૌહાણ તેની પત્નીની બહેનપણીનાં માધ્યમથી સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા.

જાેકે, સમય જતાં સગીર પ્રેમિકા તેને બ્લેકમેલ કરવાં લાગી હતી અને અંગત પળોનાં ફોટા વીડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરતી હતી. જેથી પ્રેમીએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં સગીર પ્રેમિકાના નામથી પ્રેમી જય ફરિયાદીને ડમી સીમ કાર્ડ અને ઈન્સ્ટુમેન્ટ વાપરી ઈન્ટરનેટ મીડીયાના માધ્યમથી મેસેજાે કરીને સગીરા જીવે છે તેવુ પુરવાર કરવા માટે અનેકવાર મેસેજાે કરતો હતો. આ તપાસ દરમિયાન સગીરાનો પ્રેમી જય ઉર્ફે જયકિશન શરૂઆતથી જ શંકાના દાયરામાં હતો. આ બનાવ પહેલા તે મુબઈ મહારાષ્ટ્ર ખાતે મોબાઈલની દુકાન ચલાવતો હોવાથી તેમજ અગાઉ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હથિયારના કેસોમાં, હનિટ્રેપના કેસો તેમજ વિદેશી દારૂની હેરાફેરીના કેસોમાં પકડાયેલ હતો.

તેમજ પોતે મુબઈ તથા ગુજરાત ખાતે દેહવ્યાપારના ધંધા સાથે સંકડાયેલો હોવાથી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન જય ઉર્ફે જયકિશન ઉર્ફે જેકી વિશે મહત્વની કડી મળી આવી હતી. જેમાં તે તેની મોટી બહેનના ઘરે અવાર નવાર આવતો હોવાની બાતમી હકિકત આધારે એક ટીમ બનાવી મુબઈ ખાતે જઈ વોચ ગોઠવી દેવાઈ હતી. જાેકે, તે રીઢો ગુનેગાર હોવાથી અને ઘણીવાર પોલીસને ચકમો આપીને નાસી છુટવાની ટેવવાળો હોવાથી ભાયન્દર ઈસ્ટ, મુબઈ ખાતેની સ્થાનિક પોલીસની મદદ લઈ જય ઉર્ફે જયકિશનને ઝડપી લેવાયો હતો.

જેને ગાંધીનગર લાવી ટેકનીકલ પુરાવા અને આગવી ઢબે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે પોતાના સાગરીત મનોજ જયસ્વાલ(રહે. વસઈ, નાલાસોપારા ઈસ્ટ, મહારાષ્ટ્ર મૂળ રહે. સરહાનપુર, ઉત્તરપ્રદેશ) ની મદદથી પ્રેમિકાનું કાસળ કાઢવા લુણાસન કડી કેનાલ ખાતે તેણીને ફોસલાવી પોતાની ફોર વિલર ગાડીમાં લઈ જઈ કેનાલમાં ફેકી દઈ હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.કલોલમાં સગીર વયની પ્રેમિકાનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દેનારો પરણિત પ્રેમીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સગીર પ્રેમિકા અંગત પળોનાં ફોટા વીડિઓ પ્રેમીની પત્નીને બતાવી વાયરલ કરવાની ધમકી આપતી હતી. તેમજ પૈસાની માંગણી કરતા પ્રેમીએ હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

Follow Me:

Related Posts