અજાણ્યો ફોન આવ્યો અને કહ્યું પૈસા આપો નહીંતર તમારી દિકરી નહીં મળે

પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની યુવતી ત્રણ દિવસથી પોતાના ઘરેથી લાપતા થઇ ગઇ હતી, યુવતીના ગુમ થવા અંગે પરિવારજનોએ તત્કાલીન સમયે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી, પોલીસે ગુમ થયેલી યુવતીની શોધખોળ કરી રહી હતી ત્યાં આ મામલામાં નવો વળાંક આવ્યો હતો. યુવતીના પરિવારજનો સોમવારે પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ સૂરજસિંહ રાણા તરીકે આપી હતી, ફોન કરનારે કહ્યું હતું કે, ‘તમારી દીકરી મારી પાસેથી અગાઉ રૂ.૨ લાખ લઇ ગઇ હતી અને તે મારા કબજામાં છે, જાે પૈસા નહીં આપો તો જાેવાજેવી કરીશ, ત્યારબાદ તે શખ્સે યુવતીને પણ ફોનમાં વાત કરાવી હતી.’
ધમકી ભર્યો ફોન કરનાર શખ્સનો અવાજ જાણીતો હોવાનું અને તે વ્યક્તિ અગાઉનો ભાડૂઆત અનિલ નામનો શખ્સ હોવાની યુવતીના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. પોલીસે યુવતીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતીને અનિલ નામના શખ્સ સાથે મિત્રતા હોવાના કેટલાક પુરાવા મળ્યા હતા અને યુવતી પણ આ પૈસા માગતા ફોનના કાવતરામાં સંડોવાયાની શંકા છે, જાેકે આરોપી હાથ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
Recent Comments