fbpx
ગુજરાત

૨૪.૫૭ લાખના ડ્રગ્સ સાથે ૫ાંચ ઈસમોને ઝડપી પાડતી અમદાવાદ એસઓજી

એસઓજી ક્રાઈમના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે સમયે બાતમી મળી હતી. બાતમીને આધારે અધિકારીઓએ જગ્યા પર જઈને મોહમંદ પરવેઝમિયાં ઇસ્માઇલમિયાં શેખ, મઝહરખાન ઐયુબખાન પઠાણ, સાજીદહુશેન અનવરહુશેન મલેક, ઇમરાન અમનઉલ્લા પટેલ અને મોઇનુદ્દીન કમરૂદીન કાગઝીની ગોમતીપુર, સારંગપુર બ્રીજના છેડે મારૂતિ સુઝુકી બલેનો ગાડી સાથે ઝડપી પાડી ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી ૧૯૨.૫૭૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ૨૪.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ વધુ એકવાર શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે એલીસબ્રીજ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના વાહન પાર્કીંગમાંથી ૪૮.૦૯૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો રાખનાર અબ્દુલવહીદ ઉર્ફે બમ્બૈયા શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ ૪૮.૦૯૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની બજાર કિંમત ૪.૮૦ લાખ થાય છે તે ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીની પુછપરછ કરતા તેણે અમદાવાદથી ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે પોતાના પરીચીત વ્યક્તિને મોબાઈલ પર સંપર્ક કરીને એમડી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાનું અને પરત અમદાવાદ આવીને વેચાણ કરવાનો હોવાનો ખુલાસો કર્યો.

Follow Me:

Related Posts