fbpx
અમરેલી

કેન્દ્રીય બજેટને વખોડી કાઢતા પૂર્વ સાંસદ લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

લાઠી..કેન્દ્રીય બજેટને વખોડી કાઢતા પૂર્વ સાંસદ લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ..કેન્દ્રીય બજેટમાં કોઇ વર્ગને રાહત આપવામાં નથી આવી ઉદ્યોગપતિઓને અને મોટા મોટા વેપારીઓને રાહત આપનારું બજેટ છે ખેડૂતોની 2022માં આવક કરવાની વાતો વાહિયાત પુરવાર થઇ રહી છે ખેતીના ઇનપુટ ખાતર જંતુનાશક દવા ડીઝલ પેટ્રોલ સતત ભાવ વધારાથી ખેડૂત દેવાદાર બનશે તેમજ આત્મવિલોપન ખેડૂતોના વધારે થાય તેવી પરિસ્થિતિ લાગી રહી છે હજુ પણ સરકાર ખેડૂતો માટે સુધારા સૂચવે તેમ જણાવી શ્રી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ માણસને 22 પછી કોઈ ઘર વગર નહીં હોય તેવી વાતો કરનારી આ સરકારમાં નવા આવાસ બનાવવા માટેની કોઈ વાત જ આપવામાં આવી નથી ગરીબ માણસો માટે તેમજ રોજગારી વધારવા નો કોઈ આયોજન નથી બેટી બચાવો ની વાતો કરે છે પણ દીકરી માટેની કોઈ યોજના નરી આંખે દેખાતી નથી ઇન્કમટેક્સ સ્લેબ માટે રોજ કોંગ્રેસ પર પ્રહાર કરનારા પોતાનો આ બજેટ રજૂ કરી income tax માટે કોઇ રાહત આપવાની યોજના ન કરી અને ટેક્સ્ટ ધારકોને પડ્યા પર પાટું મારવા નો કામ કર્યું છે ટૂંકમાં બજેટ માત્ર ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષ માટે ફંડ ઉભુ કરવા માટેની વાતો લઈને આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે જોઈએ આ દેશ ક્યાં જઈ રહ્યો છે વિદેશ વિદેશી સંસ્થાઓ ફરી વખત દેશનો કબજો કરે તે પ્રકારનું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે તેમ શ્રી ઠુંમરે જણાવ્યું હતું

Follow Me:

Related Posts