અંબાજી મંદિરને એનઆરઆઈ ભક્તે સોનાનું બિસ્કીટ અર્પણ કર્યું
યાત્રાધામ અંબાજીમાં એક એનઆરઆઇ માઇભકતે ૧૦૦ ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે હાકલ કરવામાં આવી છે, જે અંતર્ગત આ સોનું અપાયું હતુ. જાેકે માઇભક્તે પોતાનું નામ જાહેર કર્યુ નહોતું. યાત્રાધામ અંબાજી મંદિરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી અપાઇ હતી. એ અંતર્ગત એક એનઆરઆઇ માઇભક્તે રૂપિયા ૪,૯૦,૦૦૦નું ૧૦૦ ગ્રામ સોનું ભેટ ધર્યું હતું. મંદિર ઇન્સ્પેકટર સતીષભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે એનઆરઆઇ પરિવાર દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી સોનું ભેટ અપાયું હતુ. દરમિયાન મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં માઇભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Recent Comments