વાળમાં મહેંદી લગાવતા પહેલા રાખો આ ધ્યાન, નહિં તો એક ઝાટકે થઇ જશે ડેમેજ
જૂના જમાનાથી છોકરીઓ વાળમાં મહેંદી લગાવતી આવે છે. મહેંદીથી વાળનો રંગ સારો થાય છે અને સાથે વાળ ડેમેજ થતા પણ અટકે છે. પરંતુ ઘણી બધી છોકરીઓ વાળમાં મહેંદી લગાવવાની સાચી રીતથી અજાણ હોય છે, જેના કારણે મહેંદીનો રંગ સારા એવા પ્રમાણમાં વાળમાં લાગતો હોતો નથી અને પછી ડ્રાયનેસની સમસ્યા વધતી જાય છે. તો જાણી લો તમે પણ વાળમાં મહેંદી નાંખતી વખતે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.
- વાળમાં મહેંદીનો રંગ બરાબર લાવવા માટે મહેંદીને 10 થી 12 કલાક સુધી પલાળો.
- ત્યારબાદ મહેંદીને વાળમાં લગાવો, જેથી કરીને વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને ચમક પણ આવે.
- જો તમે મહેંદીમાં ઇંડા, તેલ, દહીં, લીંબુ જેવી અનેક વસ્તુઓ મિક્સ કરો છો તો તમારી આ આદતને બદલી નાંખો. આ બધી વસ્તુઓ એડ કરવાથી વાળ બગડે છે. આ બધું મહેંદીમાં મિક્સ કરવાથી વાળમાં કલર બરાબર આવતો નથી અને વાળ ડેમેજ થાય છે. આ સાથે વાળને બરાબર પ્રમાણમાં પ્રોટીન મળતું નથી. આ માટે મહેંદી પલાળતી વખતે આ બધી વસ્તુઓ નાંખશો નહિં.
- ઘણી છોકરીઓ મહેંદી લગાવતા પહેલા વાળમાં તેલ નાંખતી હોય છે. આ સાથે જ ઘણાં લોકો મહેંદી પલાળતા સમયે મહેંદીમાં પણ તેલ નાંખતા હોય છે. જો તમારી આદત પણ આવી છે તો તમારે આ આદતને તરત જ બદલી નાંખવી જોઇએ. તમારી આ આદતથી તમારા વાળમાં મહેંદી બરાબર લાગતી નથી અને કલર જોઇએ એવો આવતો નથી.
- જો તમે વાળમાં તેલ નાંખવા ઇચ્છો છો તો આગલી રાત્રે વાળમાં તેલ લગાવી દો અને પછી બીજા દિવસે મહેંદી નાંખો. જેથી કરીને તેલ થોડુ સુકાઇ જાય.
- જ્યારે તમે મહેંદી પલાળો ત્યારે એમાં કોફી અથવા ચા નાંખો. કોફી અને ચા નાંખવાથી વાળમાં કલર સારો આવે છે અને વાળ સિલ્કી અને ચમકદાર બને છે.
Recent Comments