જાણો તીખુ ખાવુ તે શરીર માટે કેમ હાનિકારક હોય છે?
દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે. ઘણા મસાલેદાર ખોરાક પસંદ કરે છે. તો વળી કોઈ વધારે મીઠું ખાવાનું પસંદ કરે છે. પણ જરૂર કરતા વધારે તીખુ કે મીઠુ ખાવાથી શરીરને ઘણા પ્રકારના નુકસાન થાય છે. વધુ પડતો મીઠો અથવા મસાલેદાર ખોરાક લેવો તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.
તમને જણાવી દઈએ કે વધુ પડતા મસાલેદાર ખોરાકનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને વધુ મસાલેદાર ખોરાક ખાવાથી થતા નુકસાન વિશે જણાવીશું.
ઘણા લોકો દરરોજ મસાલેદાર અને તીખી વસ્તુઓ ખાતા રહે છે. તમને જણાવી દઈએ કે મસાલેદાર અને તીખો ખોરાક પેટમાં અસ્વસ્થતા અને બળતરા પેદા કરી શકે છે. વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી ગૈસ્ટ્રિક ગ્લેડ ખરાબ થાય છે. જે ખોરાકને પચવામાં વધુ સમય લે છે.
વધારે મસાલેદાર ખાવાથી તેની ખરાબ અસર તમારા એનર્જી લેવલ પર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મરચાંમાં કેપસાઈસિન નામનું તત્વ જોવા મળે છે. જેનું વધારે સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
વધુ ખાટુ, તીખું, મસાલાવાળું ભોજન લેવાથી સાથે જ મોડી રાત સુધી જાગવું, પાણી ઓછું પીવું, ગુસ્સો, ચિંતા, ખુબજ વધુ સમય એક જગ્યા ઉપર બેસી રહેવું જે ગેસ બનવા લાગે છે. જેના કારણે એસિડીટી થાય છે. બને તો વધુ માત્રામાં કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં…
Recent Comments