બોલિવૂડ

એક સમયે એકબીજાના પ્રેમમાં પાગલ હતા આ બોલિવૂડ સ્ટાર્સ, અંતે થયુ બ્રેકઅપ

બોલિવૂડ સ્ટાર્સમાં બ્રેક અપ થવુ એ હવે સામાન્ય બાબત બની ગઇ છે. જો કે આજકાલ અનેક સ્ટાર્સના ડાઇવોર્સ થઇ રહ્યા છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા નામ જણાવીશું જેમને ફિલ્મોમાં પ્રેમ થયો અને પછી કોઇને કોઇ કારણોસર બ્રેકઅપ થઇ ગયુ અને એમની પ્રેમ કહાની લોકોના દિલમાં વસી ગઇ.

અમિતાભ બચ્ચન અને રેખા
અમિતાભ અને રેખાની લવ સ્ટોરીથી કોઇ અજાણ નથી. અમિતાભ અને રેખાની ઘણી બધી ફિલ્મો સુપરહિટ રહી છે. જો કે આ બન્નેની જોડીની ચર્ચા આજે પણ બોલિવૂડમાં હિટ ગણાય છે. પરંતુ અંતે બ્રેક અપ થવાને કારણે એમની લવ સ્ટોરી આગળ વધી શકી નહિં અને અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા
વિવેક અને ઐશ્વર્યાની લવ સ્ટોરી ‘ક્યો! હો ગયા’ ના સેટ પરથી શરૂ થઇ હતી. જો કે આ જોડીની આજે પણ અનેક લોકો દિવાના છે. એ સમયે એશ અને વિવેકની જોડી સ્માર્ટેસ્ટ જોડી ગણાતી હતી. પરંતુ આ બન્નેનો પ્રેમ બહુ લાંબા સમય સુધી ચાલ્યો નહિં અને અંતે બ્રેકઅપ થઇ ગયું.

 જ્હોન અબ્રાહમ અને બિપાશા
જ્હોન અને બિપાશાના અફેરની ચર્ચા એક સમયે ખૂબ જ ચાલી હતી. આ બન્નેનું અફેર 9 વર્ષ સુધી ચાલ્યુ હતુ અને અંતે પછી બ્રેકઅપ થઇ ગયું અને બન્નેએ એમના રસ્તા અલગ કરી દીધા હતા.

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે સગાઇ પણ કરી લીધી હતી. જો કે થોડા સમય પછી વાતમાં શું ટ્વિસ્ટ આવ્યો કે બન્નેએ સગાઇ તોડી નાખી અને પોતપોતાનો રસ્તો બદલી નાખ્યો. જો કે આ બન્નેના બ્રેક અપની ચર્ચા ચારેબાજુ થઇ હતી.

દિલીપ કુમાર અને મધુબાલા
એક સમયના આ ફેમસ એક્ટર્સ આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. દિલીપ કુમાર અને મધુબાલાના લવ અફેરની ચર્ચા સુપર હિટ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના સેટ પરથી શરૂ થઇ હતી. પરંતુ એ પછી એમની પ્રેમની કહાનીનો અંત આવી ગયો અને બન્ને સ્ટાર્સ એકદમ દુખી દુખી થઇ ગયા

Related Posts