fbpx
રાષ્ટ્રીય

આ ઘરેલું ઉપાયોથી બાળકોના વાળમાં પડેલી ‘જૂ’ ભાગશે દૂર

માનવામાં આવે છે કે, દરેક વ્યક્તિના વાળમાં એક વાર તો જૂ પડે જ છે, એમાં પણ ખાસ કરીને જો બાળક નાનું હોય ત્યારે વાળમાં અચુક જૂ પડે છે. આ સાથે જ નાના બાળકોને વાળમાં ખંજવાળ પણ બહુ આવતી હોય છે. એક જૂ વાળમાં બીજી અનેક જૂ ને આમંત્રણ આપતી હોય છે.

વાળમાંથી જૂ ને કાઢવી આમ તો થોડુ અધરું છે. એની પાછળ આપણે બહુ મહેનત કરવી પડતી હોય છે. જૂ દૂર કરવા માટે બજારમાં અનેક પ્રકારના શેમ્પુ અને તેલ મળતા હોય છે, પરંતુ નાના બાળકોને માથામાં બહારના કેમિકલ્સ નાંખવાથી અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે, ત્યારે જૂ કાઢવા માટેના આ દેશી ઉપાયો જાણી લો તમે પણ…

નારિયેળ તેલ અને કપૂર

ગરમ નાળિયેર તેલમાં એક કપૂર મિક્સ કરી દો.  હવે આ મિશ્રણને સ્કૈલ્પ પર મસાજ કરીને લગાવો. 30 મિનિટ સુધી આ મિશ્રણ વાળમાં રહેવા દો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે. કપૂર અને નાળિયેર વાળમાંથી જૂ કાઢવા માટેનો બેસ્ટ ઉપાય છે.

ડુંગળી

ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ સારું એવું હોય છે. ડુંગળીનો રસ વાળમાં નાંખવાથી જૂ મરી જાય છે અને વાળ મજબૂત પણ થાય છે.

લસણ

લસણમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ ગુણ હોય છે જે જૂ ને મારવામાં મદદ કરે છે. આ માટે લસણની 8 થી 10 કળીઓને પીસીને જરૂર મુજબ લીંબુનો રસ એમાં મિક્સ કરો. હવે આ તૈયાર પેસ્ટ બાળકના વાળમાં લગાવો. ધ્યાન રાખો કે આ પેસ્ટ તમારે કોટનની મદદથી લગાવવાની રહેશે. 30 મિનિટ પછી સાદા પાણીથી હેર વોશ કરી લો. હેર વોશ કરતી વખતે શેમ્પુનો ઉપયોગ કરવાનો નથી. નોર્મલ ગરમ પાણીથી જ બાળકના વાળ ધોવાના છે. વાળમાં જૂ પડે ત્યારે વાળમાં સતત ખંજવાળ આવતી હોય છે અને બાળક ચિડીયું પણ બની જતું હોય છે. આ માટે તમે આ દેશી ઉપાયોથી જૂ નો તરત જ નિકાલ કરી દો.

Follow Me:

Related Posts