fbpx
રાષ્ટ્રીય

ડાયાબિટીસથી લઇને આ બધી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે ‘તજનું પાણી’, બનાવો આ રીતે ઘરે

કોઇ પણ વાનગીમાં તજ નાંખો છો ત્યારે એનો સ્વાદ જ બદલાઇ જાય છે. તજ ખાવાનો સ્વાદ તો વધારે છે અને સાથે-સાથે સ્વાસ્થ્યને પણ અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તજમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે. આ સાથે તજમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ જેવા અનેક ગુણો રહેલાં હોય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર તજનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને સાથે-સાથે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે. તો જાણી લો તજનું પાણી કેવી રીતે બનાવશો અને આનાથી શું થાય છે ફાયદાઓ…

આ રીતે તજનું પાણી બનાવો

  • સૌ પ્રથમ એક નાની તપેલીમાં પાણી ઉકાળવા મુકો.
  • પાણી બરાબર ઉકળી જાય એટલે એમાં 1 ચમચી તજનો પાઉડર એડ કરો.
  • હવે પાણીનો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દો.
  • હવે આ તજના પાણીમાં તમે સ્વાદાનુસાર મધ ઉમેરો અને સવારના સમયમાં આ પાણી પી લો.

તજનું પાણી પીવાથી આ બીમારીઓ દૂર થાય છે

  • તજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
  • જો તમે દરરોજ સવારે તજનું પાણી પીવો છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને કોરોના સામે લડી શકો છો.
  • તમને શરદી,ખાંસી થઇ હોય તો તજનું પાણી પીવાનું શરૂ કરી દો. તજનું પાણી પીવાથી તાવ જેવી અનેક બીમારીઓ દૂર થઇ જાય છે.
  • તજનું પાણી પીવાથી વજન ઘટવા લાગે છે. તજનું પાણી પીવાથી મેટાબોલિક રેટ વધે છે જેના કારણે વજન સડસડાટ ઘટવા લાગે છે. તજના પાણીને હેલ્ધી ડ્રિંક કહેવામાં આવે છે.
  • તજનું પાણી પીવાનું શરૂ કરો તો એક વાતનું ખાસ એ ધ્યાન રાખજો કે તજનું પાણી ખાસ કરીને સવારમાં જ પીવું જોઇએ.  
Follow Me:

Related Posts