અમદાવાદ મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા અને ધોરાજીમાં કાળા જાદુ કરનારી મુસ્લિમ મહિલા તાંત્રિકની વાતચીતનો ઓડિયો વાઈરલ થઈ હતી. જેમાં વિજ્ઞાન જાથા પોલીસને સાથે રહીં ધોરાજીમાં તેના ઘરે પહોંચી હતી. જાથાના ચેરમેન જયંત પંડયાએ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા અને નાયબ પોલસ મહાનિરીક્ષક સંદિપસિંહને માહિતી ફેક્સમાં મોકલી મહિલા તાંત્રિકના પર્દાફાશમાં ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફની માગણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે ગંભીરતા સમજી અધિકારી પાસે ફાઈલ મૂકતા પોલીસ બંદોબસ્તના આદેશ છૂટ્યા હતા. બાદમાં વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસનો કાફલો હમિદાના ઘરે પહોંચ્યો હતો.
જાથાની ખબર પડતા ટોળેટોળા બનાનસ્થળે આવવા લાગ્યા પરંતુ પોલીસે લોકોને વિખેરી નાખ્યા હતા. હમિદાને જાથાની કાર્યવાહીની ખબર પડતા ફરાર થઈ ગઈ હતી. પાડોશીઓએ કંઈ પણ જાણતા નથી તેવો નનૈયો ભણ્યો હતો. હમીદા વિશે કોઈ પણ બોલવા તૈયાર નહોતું. બાદમાં ધોરાજીના જાગૃત મુસ્લિમ આગેવાનો આવી જતા જાથાના ચેરમેને સ્પષ્ટતા કરી કે હમિદા રૂબરૂ આવી જાય તેના હિતમાં છે. નહીંતર અમે ઓડિયોમાં વાઇરલ હકિકત, કાળા જાદુ, દહેશત, ભય, ભ્રમણા ફેલાવા સંબંધી ગુનો દાખલ કરીશું. જાથા વર્ષોથી ધતીંગલીલા કરનારને એકવાર સુધરવાની તક આપે છે. કાયમી ધતિંગલીલા બંધ કરશે તો કાનૂની કાર્યવાહી કરીશું નહીં તેવી ખાતરી આપી હતી.
બાદમાં હમિદા જામનગર તરફ કૌટુંબિક ભાઈને ત્યાં ભાગીને સંતાયાની ખબર પડી ગઈ હતી. પરંતુ પોતાની જ મુશ્કેલીમાં હમીદાની સીફલી કામ આવી નહીં. ત્રણ સારા મુસ્લિમ આગેવાનોએ હમિદાબેનને હાજર કરીશું તેવું કહ્યું હતું. બાદમાં બે-ત્રણ કલાકનો સમય આપવા વાતચીત કરી હતી. આથી તેઓની સાથે પોલીસ અને જાથા સંમત થયું હતું. મુસ્લિમ આગેવાનોએ ખૂબ જ જાથાને મદદ કરી અને બે કલાક પછી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક હમીદા હાજર થઈ હતી. જાથાના જયંત પંડયાએ તાંત્રિક હમિદા પાસે સાચી માહિતીની અપેક્ષા રાખતા તેણે ઓડિયોમાં શબ્દો પોતાના અને અમદાવાદ મહિલા કોર્પોરેટરના છે તેવી કબૂલાત આપી હતી. હમિદાનું શરીર કામ કરતું નહોતું, વારંવાર હિંમત આપવી પડતી હતી અને જીભ થોથરાતી હતી. શું બોલે છે તે પણ ખબર નહોતી. જાથાએ વિવેકથી કામ લેતા ઓડિયોની તમામ કબૂલાત આપી દીધી હતી.
બાદમાં ભૂલ થઈ છે માફી માંગુ છું, બોલાય ગયું છે તેવું હમિદાએ જણાવ્યું હતું. જાેકે મુશ્કેલીના સમયમાં હમિદાને ઇરાકની માળા કામ આવી નહોતી અને સીફલી હવામાં ઓગળી ગઈ હતી. નિઃસહાય અવસ્થામાં આવી જતાં રડતા આંસુ કોઈ રોકી શકી નહોતી. બાદમાં મુસ્લિમ આગેવાનો, સમાજ સુધારકોની હાજરીમાં હમિદાએ ભૂલ કબૂલી લેતા, માફી માગી લેતા મામલો થાળે પડયો હતો. કબુલાતનામામાં હમીદાએ જણાવ્યું હતું કે, ઘરમાં શરીફના નામે દુઃખ-દર્દ, જાેવાનું કામ કરૂં છું. કાળા જાદુ–સીફલીનો ઉપયોગ કરું છું. લાભ-નુકસાન થાય છે તે ખબર નથી. અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષ પદ દાવેદારોમાં મહિલા કોર્પોરેટર સાથેની વાતચીત મારી છે. ખતમ, સોપારી જેવા શબ્દપ્રયોગની માફી માંગુ છું. આજથી જાેવાનું કામ, કાળા જાદુ, ઈલમ બંધની જાહેરાત કરી માફી માગું છું. બાદમાં હમિદાને ઘરે જવા દીધી હતી.
Recent Comments