જગજીતસિંહના ગીતોને તેમના જન્મદિવસે ચાહકોએ યાદ કર્યા
ગઝલના બાદશાહ કહેવાતા જગજીત સિંહની જન્મજયંતિ છે. જગજીત સિંહને બાળપણથી જ ગાવામાં રસ હતો અને તેમણે પંડિત છગનલાલ શર્મા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. જગજીત સિંહે ઓલ ઈન્ડિયા રેડિયો તરીકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો જ્યાં તેઓ ગીતો ગાતા અને કંપોઝ કરતા હતા. ૧૯૬૫માં જગજીત તેના પરિવારને જાણ કર્યા વિના બોમ્બે શિફ્ટ થઈ ગયા.
આ પછી, વર્ષ ૧૯૬૬માં જગજીત સિંહને પ્લેબેક તરીકે પ્રથમ તક મળી. તેણે બહુરૂપી ફિલ્મમાં ગીત ગાયું હતું.જગજીતના અંગત જીવનની વાત કરીએ તો તેમણે ૧૯૬૯માં ચિત્રા દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર વિવેક હતો. જગજીત અને ચિત્રાએ એકસાથે ઘણાં ગીતો ગાયાં.જ્યારે તેમના પુત્ર વિવેકનો રોડ અકસ્માત થયો ત્યારે બંનેની કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી. બંનેને મોટો ઝટકો લાગ્યો અને પછી આ આઘાતને કારણે ચિત્રાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી છોડી દીધી.
જણાવી દઈએ કે જગજીતને તેમના શાનદાર કામ માટે વર્ષ ૨૦૦૩માં પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે જ સમયે, જગજીત સિંહનું ૧૦ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ બ્રેઈન હેમરેજને કારણે ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું.
Recent Comments