હળવદ હાઈવે પર ટ્રેલરે કારને ટક્કર મારતા ૩ના મોત
હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલા પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં.
જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની સાથે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. હળવદ હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.
Recent Comments