ગોઘરા ખાતે ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા ખજુરી ગામે બાળલગ્ન થયાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન થઇ ગયા હતા. અને સગીરાને લઇને જાન દાહોદના પતંગડી ગામે સાસરીમાં જતી રહી હતી.
અધીકારીએ સગીરાના માતા પિતા પાસે સગીરાની ઉમંરના પુરાવા અને લગ્નની કંકોત્રી માંગીને તપાસ કરતાં ૧૬ વર્ષ અને ૫ માસની હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જયારે લગ્ન કરવા આવનાર વરરાજાની ઉમંર પણ લગ્નની ઉમંર ૨૧ વર્ષ કરતાં નાની હતી.
અધિકારી અને પોલીસે તપાસ કરતાં બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ ૫ ગુનેગારો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.ખજુરી ગામે સગીર કન્યાના લગ્ન થઇ રહ્યા ની જાણ બાળ લગ્ન પ્રતિબંધક અધીકારીને થતાં ટીમ લગ્ન માંડવે પહોચતાં લગ્ન કરીને જાન જતી રહેતાં કુલ ૫ સામે ફરીયાદ નોધાઇ હતી.
Recent Comments