યુપીમાં બીજા તબક્કાની ચુંટણીની ધરખમ તૈયારીઓ ચાલુ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ તેની પીક પર છે. આ વખતે યુપીમાં ૪૦૩ સીટ માટે ૭ તબક્કામાં મતદાન થવાનું છે. જે અંતર્ગત ૧૦ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં ૫૮ બેઠક પર મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ બીજા તબક્કા પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૯ જિલ્લાઓમાં મતદાનની પ્રક્રિયા યોજાવાની છે. જે અંતર્ગત પશ્ચિમ યુપીના આ જિલ્લાઓની ૫૫ વિધાનસભા બેઠકો પર ૧૪ ફેબ્રુઆરીએ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ તબક્કામાં પણ ભાજપ અને સપા ગઠબંધન વચ્ચે જાેરદાર ટક્કર થવાની સંભાવના છે, પરંતુ મ્જીઁ અને કોંગ્રેસ ઘણી બેઠકો પર ત્રિકોણીય મુકાબલો કરવામાં સક્ષમ છે. આવો જાણીએ શું છે આ ૫૫ સીટોનું ગણિત અને કોણ છે ઉમેદવારો આ ૫૫ સીટો પર યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતીને ત્યાં આવ્યો હતો. આ મુસ્લિમ અને દલિત બહુમતી વિસ્તારોમાં આવેલી ૫૫ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૨૦૧૭માં ૩૮ બેઠકો જીતી હતી. જ્યારે સપાના ઉમેદવારોએ ૧૫ બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોએ ૩ બેઠકો જીતી હતી. તે જ સમયે, સપાએ જીતેલી ૧૫ બેઠકોમાંથી ૧૦ મુસ્લિમ ઉમેદવારો જીત નોંધાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
Recent Comments