fbpx
રાષ્ટ્રીય

ચાઇનીઝ એપ પર ડિઝિટલ સ્ટ્રાઇક: 54 મોબાઇલ એપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ભારત સરકારે ફરી એક વખત ડિઝિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરતા 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. હજુ સુધી બેન થયેલી એપની ઓફિશિયલ લિસ્ટ સામે આવી નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે સરકારે 54 ચાઇનીઝ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ એપ્સ પર બેન લગાવ્યો છે. આ તમામ એપ્સ ચીન અને અન્ય દેશોમાં ભારતીય યૂઝર્સને ડેટા મોકલી રહી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે આ એપ્સ વિદેશી સર્વર પર ભારતીય યૂઝર્સના ડેટા સ્થળાંતરિત કરી રહી હતી. એપ્સ પર બેન માટે ગૂગલના પ્લે-સ્ટોરને આદેશ આપવામાં આવ્યા છે.

બેન થયેલી 54 એપ્સની લિસ્ટમાં Tencent, અલીબાબા અને ગેમિંગ ફર્મ NetEase દેવી મોટી ચાઇનીઝ કંપનીઓની એપ્સ સામેલ છે.  કહેવામાં આવી રહ્યુ છે કે બેન થયેલી આ 54 એપ્સ, 2020માં બેન થયેલી એપ્સના નવા અવતાર હતા.

જે 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite જેવી એપ્સ સામેલ છે.

મહત્વપૂર્ણ છે કે 2020માં પણ સરકારે 250થી વધારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં ટિકટૉક અને પબજી જેવી મોટી એપ્સના નામ હતા. 2020માં થયેલી પ્રથમ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇકમાં TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts