હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર મામલે ૯૫ લાખનો તોડ કરાયો
થોરાળા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમુ જુસબ તાયાણીની તા.૫ એપ્રિલ ૨૦૧૯ના થોરાળા મેઇન રોડ પર શૌચાલય પાસે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તા.૧૪ એપ્રિલ ૨૦૨૧ના ક્રાઇમ બ્રાંચે અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાની ધરપકડ બતાવી હતી, આરોપી પકડાયા બાદ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપીને આશ્ચર્ય સર્જ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમ તા.૮ એપ્રિલ ૨૦૨૧ના જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને એક ફ્લેટમાંથી એ જ અલ્તાફને ઝડપી લીધો હતો અને તેને લઇને રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા, છ દિવસ સુધી અલ્તાફની ધરપકડ કાગળ પર દર્શાવવામાં આવી નહોતી, છ દિવસ માત્ર સેટિંગ ચાલ્યું હતું, તે દરમિયાન એક શખ્સ વર્ના કાર આપી ગયો હતો તે કાર હત્યામાં ઉપયોગમાં લેવાઇ હોવાનું પોલીસે દર્શાવ્યું હતું, ખરેખર પોલીસે જે વર્ના કાર કબજે કરી છે તે કાર ૯ એપ્રિલ ૨૦૧૯ના ખરીદ કરવામાં આવી હતી જ્યારે ઇમરાન તાયાણીની હત્યા ૫ એપ્રિલ ૨૦૧૯ના થઇ હતી, કોર્ટમાં આરોપીને લાભ મળે તેવા હેતુથી પોલીસે હત્યાની ઘટનાના એક મહિના બાદ ખરીદાયેલી કાર હત્યામાં ઉપયોગમાં લેવાયાનું દર્શાવી આરોપી માટે બચવાનો રસ્તો ખોલી દીધો હતો.
અલ્તાફને ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા બાદ પીએસઆઇ સહિતની ટીમે એક પછી એક અલ્તાફના ચિઠ્ઠા ખોલ્યા હતા, તેના લેપટોપમાંથી રૂ.૧૦ થી ૧૨ કરોડના બેનામી હિસાબો મળી આવ્યા હતા, પોલીસે અલ્તાફને ધમકાવીને વધુ તપાસ નહીં કરવા માટે રૂ.૩ કરોડ માગ્યા હતા, રકઝકના અંતે અલ્તાફે રૂ.૯૫ લાખ આપવાનું કહેતા પીએસઆઇએ કહ્યું હતું કે, ૧ કરોડ કરી નાખો એટલે સાહેબને સારું લાગે, અલ્તાફે રૂ.૯૫ લાખ જ થશે તેમ કહેતા પીએસઆઇએ કહ્યું હતું કે તો બાકીના રૂ.૫ લાખ મારે નાખીને ૧ કરોડ પૂરા કરવા પડશે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ સામે કમિશનબાજીના આક્ષેપ બાદ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, બૂટલેગરને હત્યાના કેસમાં બચાવવા માટે ક્રાઇમ બ્રાંચે તમામ હદ વટાવી હતી. આરોપી ખૂન કરવા જે કારમાં ગયો હતો તે કાર ક્રાઇમ બ્રાંચે કબજે કરી છે. પરંતુ હકીકત એ છે કે, એ કાર હત્યાના એક મહિના બાદ ખરીદાયેલી હતી, જેના બદલામાં આરોપી પાસેથી તોડબાજ ટીમે રૂ.૯૫ લાખ પડાવ્યાની ચર્ચાઓ શરૂ થઇ છે.
Recent Comments