fbpx
રાષ્ટ્રીય

સુંદરતાને ચાર ચાંદ લગાવશે કેસરનો આ ઉપયોગ, સ્કિન માટે બેસ્ટ ઓપ્શન…

સુંદરતાને ચાર ચાંદ લગાવશે કેસરનો આ ઉપયોગ, સ્કિન માટે બેસ્ટ ઓપ્શન…

દરેક લોકો સુંદર દેખાવાના ચક્કરમાં ઘણા ઉપાયો કરતા હોય છે. તેમ છતાં સુંદરતા આવતી નથી. એવામાં આજે અમે આપને સુંદર દેખાવા માટે કેસરનો ઉપયોગ કરીને સ્કીનને કેવી રીતે સુંદર બનાવી શકાઈ તેના વિશે જણાવીશું…

કેસરનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં અથવા દુધ બનાવવા માટે કરવામાં આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કેસરમાં પણ સુંદરતાનો ખજાનો છુપાયેલો છે..

સ્કિન નિખારશે..
સ્કિનને નિખારવા માટે થોડુ કેસર લઈને તેમાં ગુલાબજળ મિક્સ કરો. હવે તેને 10 મિનિટ રહેવા દો. હવે તેમાં ચંદન પાઉડર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. જે ચહેરા પર લગાવો. ચહેરો સુકાઈ જાય પછી. તેને ઠંડા પાણીથી વોશ કરી નાખવો.

ડાઘ કરશે દુર
ચહેરા પર ડાઘ હોય તો તમે કેસરને તુલસીમાં મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો. 10 તુલસીના પાન લઈને તેમાં તેમાં થોડુ કેસર નાખો. હવે તેને ક્રશ કરીને આ પેસ્ટ ચહેરા પર લગાવો. અને પછી વોશ કરી નાખો.

ઓઈલી સ્કીન 
ગુલાબજળમાં કેસર ઉમેરી દેવું. અને તેને એક સ્પ્રેની બોટલમાં ભરી દેવું. સવાર સાંજ આ સ્પ્રેને મોંઢા પર લગાવો અને કોટનની મદદથી લુછી નાખવું.

Follow Me:

Related Posts