રાષ્ટ્રીય

પનીર મખની સબ્જી બનાવવી છે ઘરે? તો જલદી નોંધી લો આ રેસિપી

પનીર મખની સબ્જી અને નાન ખાવાની બહુ જ મજા આવે છે. તમે પણ આ રીતે ઘરે બનાવો પનીર મખની..ઘરના લોકોને ખાવાની બહુ મજા આવશે.

સામગ્રી
1 પનીરના પીસીસ
1 કેપ્સીકમ
1 ડુંગળી
તેલ
બટર
લવિંગ
તજ
ઇલાયચી
તમાલપત્ર
જીરૂ
કસૂરી મેથી
શેકેલું જીરૂ પાવડર
આદુ-લસણ ની પેસ્ટ
મીઠું
હળદર
લાલ મરચું પાવડર
ક્રિમ

મખની ગ્રેવી માટે સામગ્રી

ટામેટાં
કાજૂ ની પેસ્ટ
ક્રિમની જગ્યાએ તમે ઘરની મલાઇ પણ લઇ શકો છો
મીઠું
1 ટી સ્પૂન ખાંડ
લાલ મરચું
બટર બનાવવાની રીત

  • સૌ પ્રથમ પેનમાં તેલ અને બટર ગરમ કરો
  • ત્યારબાદ એમાં તજ, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, જીરૂ ઉમેરો.
  • પછી આદુ-લસણની પેસ્ટ સાંતળી મોટા પીસ કરેલી ડુંગળી સાંતળો.
  • હવે કેપ્સીકમ સાંતળો.
  • શેકેલું જીરૂ પાવડર, કસૂરી મેથી, હલદી, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી પછી મખની ગ્રેવી ઉમરો. જરૂર મૂજબ પાણી, મીઠું ઉમેરો.
  • તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો.
  • ગ્રેવી તૈયાર થાય એટલે પનીર અને ક્રિમ ઉમેરી ગેસ બંધ કરી દો.

આ રીતે બનાવો મખની ગ્રેવી

  • સૌ પ્રથમ મોટી તપેલીમાં પાણી લઇ ગરમ થાય એટલે ટામેટાં ઉમેરી છાલ નિકળવા લાગે ત્યાં સુધી ઉકાળો.
  • હવે ટામેટાં બહાર કાઢી છાલ કાઢી ક્રશ કરી અને મોટી ગરણીની ગાળી લો.
  • આ તૈયાર કરેલી ટોમેટો પ્યૂરીને પેનમાં ગરમ કરવાં મૂકો.
  • ગરમ થાય એટલે એમાં ખાંડ, કાજૂની પેસ્ટ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
  • આ પ્રોસેસ થઇ જાય એટલે વઘારીયામાં બટર લઇ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી લાલ મરચું ઉમેરી ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરો.
  • તો તૈયાર છે ‘મખની ગ્રેવી’
  • પનીર મખની સબ્જી ખાવાની બહુ જ મજા આવે છે. એમાં પણ જો બટર નાન હોય તો સબ્જીનો ટેસ્ટ જ કંઇક અલગ આવે છે.

Related Posts