fbpx
રાષ્ટ્રીય

બ્યુટી કેર@હોમ: પગને મુલાયમ અને કોમળ રાખવા માટે ઘરે જ કરો પેડિક્યોર, પગની ગંદકી થશે દુર…

શિયાળામાં પગને એડી ફાટવી અને ચેકા પડવા સામાન્ય વાત છે. પણ જો ઘરે જ પેડિક્યોર કરવામાં આવે તો તમારા પગ સુંદર, કોમળ અને મુલાયમ બની શકે છે. ત્યારે ચાલો જાણીએ પેડિક્યોર કરવાની સરલ ટિપ્સ….

આ રીતે કરો પેડિક્યોર

નેઈલ પોલીશ રિમૂવ કરો
સૌથી પહેલા રિમુવર વડે નેઈલ પોલીસ રિમૂવ કરો. 

પાણી તૈયાર કરો
પગને ગરમ પાણીમાં પલાળો. આ પાણીમાં શેમ્પુ અને વનસ્પતિ તેલ એડ કરો. તેમાં મીઠું પણ નાખી શકો છો. હવે 15 મિનિટ સુધી પગને પલાળીને રાખો.  15 મિનિટ બાદ બ્રશ વડે પગના તળિયા અને એડીને સાફ કરો. હવે ટુવાલ વડે હળવા હાથે ઘસીને પણ સાફ કરી શકો છો.

નખને શેપ આપો
હવે નખ વધેલા હોય તો કાપીને શેપ આપો. જે બાદ પગ અને નખ પર ક્રિમ લગાવી માલિશ કરો. પગની આંગળીઓથી લઈને ઘૂંટી સુધી મસાજ કરવા માટે ઉપરની તરફ સ્ટ્રોકનો ઉપયોગ કરવો. ભીના ટુવાલથી પગને લૂછી લો.

હવે દૂધ, ઓટ્સ, એલોવેરા જેલ અને બદામનું તેલ  મિક્સ કરી પગ પર પેસ્ટ લગાવો અને તેના પર કપડું વીટં લો. અને 15 મિનિટ સુધી આરામ કરો. હવે બગને બરાબર રીતે વોશ કરી નાખો.. અને મસ્ત મજાના કલરની નેઈલ પોલીસ કરી નાખો.

Follow Me:

Related Posts