fbpx
રાષ્ટ્રીય

શું તમે પણ બેડ પર બેસીને જમો છો? તો ચેતી જજો, જાણો આયુર્વેદ શું કહે છે..

આજકાલની બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે લોકો ઘણી બિમારીનો શિકાર બની રહ્યાં છે. આ સાથે જ જુની સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે. પહેલાના સમયમાં નીચે બેસીને જમવાની ટેવ હતી. પણ ધીમે ધીમે લોકો ડાઈનિંગ ટેબલ પર બેસતા થઈ ગયા અને હવે તો ઘણા લોકો બેડ પર ચડીને ખાવા લાગ્યા છે.

તમને જણાવી દઇએ કે બેડ પર બેસીને ખાવાથી તમે ઘણી બિમારીનો શિકાર બની શકો છો. બેડરૂમમાં બેસીને અને બેડ પર બેસીને જમવાથી ઊંઘને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી મહેરબાની કરીને આ આદત છોડી દેવી…

જમીન પર બેસીને જમવુ તે ખુબ જ સારી રીતે છે. જેના કારણે જમવાનું સારી રીતે પચી જાય છે. બેડ પર બેસીને લોકો ટીવી જોતા રહે છે અને ખાતા રહે છે. જેથી ઉંઘ બરાબર થતી નથી. રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યાનો સમય સૂવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. 

આયુર્વેદમાં હરતા-ફરતા ખાવાનું અને પાણી પીવું પણ અયોગ્ય માનવામાં આવે છે. જમવાનું હંમેશા એક જગ્યાએ બેસીને અને ચાવીને ખાવુ જોઈએ. જેથી પાચન સારૂ થાય. હરતા-ફરતા ખાવાની અને પાણી પીવાથી પાચનશક્તિ પર ખરાબ અસર પડે છે.

તમે બેડ બેસીને જમો એટલે મગજ વિચારી નથી શકતું કે કેટલું ખાવું અને કેટલું ખાવાની જરૂર છે. તમે તમારી ભૂખને અનુભવી નથી શકતા. એટલે તમે મનફાવે તેટલુ ખાવ છો અને તમે મેદસ્વિતાનો શિકાર બનો છો.

Follow Me:

Related Posts