fbpx
રાષ્ટ્રીય

કોલેસ્ટ્રોલથી લઇને આ બધી બીમારીઓમાં રાહત મેળવવા રોજ ખાઓ આટલી બદામ

શું તમે દરરોજ સવારે પલાળેલી બદામ ખાઓ છો? જો હા તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. દરરોજ સવારે 4 પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આમ, જો તમે પણ રોજ સવારે પલાળેલી બદામ ના ખાતા હોવ તો તમે પણ આજથી ખાવાની શરૂ કરી દો. બદામ વિટામિન, મિનરલ, ઝિંક અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તો જાણી લો તમે પણ દરરોજ સવારે 4 પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે..

  • રોજ સવારે ચાર પલાળેલી બદામ ખાવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
  • જો તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં ના રહેતું હોય તો દરરોજ સવારે ચારથી પાંચ બદામ પલાળેલી ખાઓ. અનેક લોકોનું કોલેસ્ટ્રોલ વધ-ઘટ થતુ હોય છે. આમ જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો રોજ સવારે બદામ ખાવાનું શરૂ કરી દો.
  • તમારા વજન ઘટાડવા માટે બદામ સૌથી બેસ્ટ છે. બદામ ખાવાથી વજન ઘટે છે અને શરીરની ચરબી ઓછી થાય છે. જો તમે રોજ બદામ ખાઓ છો તો તમને ભૂખ ઓછી લાગે છે.
  • દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી હાર્ટને લગતી બીમારીઓથી બચી શકાય છે. બદામમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં મદદ કરે છે. તમને કોઇ હાર્ટની બીમારી હોય તો તમે રોજ સવારે બદામ ખાવાનું શરૂ કરી દો.
  • તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીશ છે તો રોજ સવારે પલાળેલી બદામ ખાઓ. ડાયાબિટીસના દર્દીઓએ બદામનું છોતરુ કાઢી નાંખવું અને પછી ખાવી.
  • તમને જણાવી દઇએ કે બદામને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે ખાવી. બદામ આખી રાત પાણી પલળશે તો તેનો ફાયદો કંઇક અલગ જ થાય છે.
Follow Me:

Related Posts