જામનગરના ૨૨ વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતો કિશન ભરતભાઈ મકવાણા નામનો ૨૨ વર્ષીય યુવાને ગઈકાલે સોમવારે બપોરે ગામના ર્નિજન વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. યુવાન પોતે ઝેરી દવા પી રહ્યો હતો, તે સમયે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને પોલીસના ત્રાસના કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કર્યું હતું. જે વીડિયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસ તે દારૂનો ધંધો કરે છે, તેવા આરોપ લગાવી વારંવાર તેના ઘરે આવતી હોવાથી કિશનના પિતા વગેરે તેને ઠપકો આપતાં હોવાના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું યુવકે વીડિયોમાં જણાવ્યું છે. જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતા ૨૨ વર્ષીય એક યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પરિવારજનોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં યુવક પોતે પોલીસના ત્રાસના કારણે દવા પી રહ્યો છે, તે દર્શાવી ઝેરી દવા પી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે.
Recent Comments