લાઠી તાલુકા ના ભીંગરાડ ખાતે સગર્ભા નિદાન કેમ્પ યોજાયો ભિંગરાડ મુકામે પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં ભિંગરાડ, પ્રતાપગઢ અને દુધાળા ની તમામ સગર્ભા બહેનો ને નિષ્ણાત તબીબ દ્વારા હેલ્થ ચેક અપ, લેબ ટેસ્ટ કરી જરૂરી સારવાર આપી હતી. ઉપરાંત, વિલેજ હેલ્થ કમિટી દ્વારા તમામ બહેનો ને પોષક આહાર પ્રોટીન પાવડર પણ આપવા માં આવેલ એમ આરોગ્ય કર્મચારી વિશાલ વસાવડાએ યાદી માં જણાવ્યું હતું.
ભિંગરાડ ખાતે પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

Recent Comments