fbpx
સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા સંકુલ માં શિવમંદિર નિર્માણ કાર્ય નું ભૂમિપૂજન

મેંદરડા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો બાળકો ની સંસ્થા સંકુલ ખાતે શિવ મંદિર નું ખાતમહુર્ત કુદરતી પ્રાકૃતિક વાતાવરણ માં પોતા ની માનસિક અને શારીરિક દિવ્યાંગતા ની સાથે આનંદ અને કિલ્લોલ થી જીવન પસાર કરતા દિવ્યાંગ બાળકો ની સંસ્થા માં અતિ ગંભીર દિવ્યાંગ એવા ૨૫  બાળકો સુંદર લાલન પાલન કરાય રહ્યું છે અને સમાજ ના મૂળ પ્રવાહ માં પુનઃ સ્થાપિત કરવા ના પ્રયાસ કરતી આ સંસ્થા માં રમત ગમત મેદાન અને સાધનો સાથે બાગ બગીચા માં ફિજીયોથેરાપી રૂમ વગેરે આવેલ છે આ સંપૂર્ણ ઉદારદિલ દાતા ના દાન ઉપર ચાલતી આ સેવાકીય સંસ્થા માં આવતા આર્થિક યોગદાન થી ચાલતી સંસ્થા માં ભક્તિ નો સંગ મળે તો સોના માં સુંગધ ભળ્યા નો અનુભવ કરાવે આવા સુંદર ઉદેશ થી સંસ્થા ના પ્રમુખ કૌશિકભાઈ જોશી એ અતિ દિવ્યાંગ બાળકો ના સ્વાસ્થ્ય સુધારા માટે કરેલ સંકલ્પ થી સંસ્થા સંકુલ માં સાકાર કરવા શિવમંદિર ના મુખ્ય દાતા  પુષ્પાબર્ન દામજીભાઇ પરમાર  ડિમ્પલબેન મયુરભાઈ અજમેરા ના વરદહસ્તે ખાતમહુર્ત  કરવામાં આવ્યું આ તકે સરપંચ ચિરાગભાઈ રાજાણી હરસિદ્ધ ગરબી મંડળ ના પ્રમુખ હિતેધભાઈ માથુંકિયા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં શિવમંદિર નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન અર્ચન કરાયું હતું 

Follow Me:

Related Posts