IPL 2022ની હરાજીમાં કરોડપતિ બન્યા હર્ષલ પટેલ- શ્રેયસ અય્યર સહિતના ખેલાડી, જાણો કઇ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં શ્રેયસ અય્યર- હર્ષલ પટેલ સહિતના ખેલાડીઓની લોટરી લાગી છે.
આઇપીએલ 2021માં સૌથી વધુ વિકેટ લેનારા હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ફરી એક વખત ખરીદી લીધો છે. હર્ષલ પટેલને 10.75 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ખરીદ્યો હતો.
ડેવિડ વોર્નર દિલ્હીમાં
ડેવિડ વોર્નરને 6.25 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સની ટીમે ખરીદ્યો હતો. જ્યારે શિખર ધવનને 8.25 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. રવિચંદ્રન અશ્વિનને 5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. રબાડાને 9.25 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો.
લખનઉંની ટીમે આ ખેલાડીઓને ખરીદ્યા
લખનઉં સુપરજાયન્ટની ટીમે મનિષ પાંડેને 4.60 કરોડ, ક્વિન્ટન ડી કોકને 6.75 કરોડ, દીપક હુડ્ડાને 5.75 કરોડ, જેસન હોલ્ડરને 8.75 કરોડમાં ટીમમાં સામેલ કર્યા છે.
ગુજરાતની ટીમે શમીને કર્યો સામેલ
ગુજરાત ટાઇટન્સની ટીમે ઇંગ્લેન્ડના જેસન રોયને 2 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
સ્ટીવ સ્મિથ-રૈનાને કોઇએ ના ખરીદ્યા
સ્ટીવન સ્મિથ, સુરેશ રૈના, ડેવિડ મિલ્લર અને શાકિબ અલ હસન સહિતના ખેલાડીઓને કોઇ ખરીદદાર મળ્યો નહતો.
Recent Comments