રાષ્ટ્રીય

આ રીતે ફટાફટ ઘરે બનાવી લો ‘કેસર શ્રીખંડ’, જોતાની સાથે જ મોંઢામાં આવશે પાણી

શ્રીખંડ દરેક લોકોને ભાવતો હોય છે. બહાર કરતા ઘરે શ્રીખંડ બનાવો છો તો ખાવાની મજા આવે છે અને સાથે સસ્તો પણ પડે છે. આમ, જો તમે ઘરે આ રીતે કેસર શ્રીખંડ બનાવશો તો બહુ જ મસ્ત બનશે. તો મોડુ કર્યા વગર તમે પણ જલદી નોંધી લો રેસિપી..

સામગ્રી

1 લીટર દૂધ

કેસર

50 ગ્રામ મોળુ દહીં

200 ગ્રામ ખાંડ

ઈલાયચી

જાયફળ પાવડર

ચારોળી

સૂકા મેવા

બનાવવાની રીત

  • કેસર શ્રીખંડ બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો.
  • હવે દૂધ થોડુ ઠંડુ થાય એટલે એમાં 2 ચમચી દહીં ઉમેરીને બરાબર હલાવી લો. ધ્યાન રહે કે તમારે આ મિશ્રણને એક જ સાઇડ હલાવીને સ્મુધ કરવું છે.
  • હવે 6થી 7 કલાકમાં મસ્ત દહીં તૈયાર થઈ જશે.
  • આ પ્રોસેસ થઇ જાય એટલે એક કપમાં 1 ચમચી દૂધ લઈ એમાં કેસર ઓગાળી રાખો.
  • હવે એક તપેલી ઉપર ગરણી મૂકી એની પર કોટન કે મલમલનું કપડું મૂકીને તેમાં બનાવેલું દહીં પાથરી લો.
  • આ પ્રોસેસ કરવાથી ધીરે ધીરે દહીંમાં રહેલુ પાણી બધુ નીકળી જશે અને મસ્ત ગટ્ટા જેવું થશે.
  • હવે આને લગભગ 2-3 કલાક સુધી રહેવા દો, જેથી કરીને દહીંનું બધુ પાણી નીતરી જાય.
  • હવ આ દહીંને એક તપેલીમાં કાઢી લો.
  • આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસકો કહે છે.
  • હવે આ મસ્કામાં કેસર નાખીને બરાબર હલાવી લો, અને પાછુ ફ્રિજમાં મુકી દો.
  • તો તૈયાર છે કેસર શ્રીખંડ
  • કેસર શ્રીખંડ સાથે પુરી અને બટાકાનું શાક હોય તો ખાવાની બહુ જ મજા આવે છે.
  • આ શ્રીખંડને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રિજમાં રાખીને ખાઇ શકો છો.

Related Posts