fbpx
રાષ્ટ્રીય

ભારતીય ટીમની જીત છતાં રોહિત શર્મા ખેલાડીઓથી નારાજ


રોહિતની નારાજગી બોલિંગ અને બેટિંગથી નહોતી. મેચ બાદ તેણે ટીમના બેટ્‌સમેન અને બોલરોના વખાણ કર્યા અને જીતને ટીમનો પ્રયાસ ગણાવ્યો. આ પછી તેણે કહ્યું કે તે તેની ટીમની ફિલ્ડિંગથી ખુશ નથી. રોહિતના મતે મેચના છેલ્લા બોલ સુધી પહોંચવાનું કારણ ખરાબ ફિલ્ડિંગ હતું. મેચમાં પણ તેની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં રોહિતે કહ્યું, ‘જ્યારે પણ તે વેસ્ટ ઈન્ડિઝ સામે રમે છે ત્યારે મેચ ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે તે ખૂબ જ નીડર છે. ભુવનેશ્વરે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ટીમને વાપસી કરાવી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પણ મહત્વની ઇનિંગ રમી હતી. પંત અને અય્યરે પણ અંતમાં સારી ભાગીદારી નોંધાવી હતી. ‘અમે સારી ફિલ્ડિંગ કરી ન હતી. હું તેનાથી થોડો નિરાશ છું. જાે અમે તે કેચ લીધો હોત તો મેચની સ્થિતિ ઘણી અલગ હોત. વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન ભારતીય ટીમે કેટલાક સારા કેચ છોડ્યા હતા, જેના કારણે રોહિત ખૂબ જ ગુસ્સામાં જાેવા મળ્યો હતો. પ્રથમ પાંચમી ઓવરમાં વેંકટેશ અય્યરે બ્રેન્ડન કિંગનો કેચ છોડ્યો હતો. તે જ સમયે, ૧૦મી ઓવરમાં રવિ બિશ્નોઈએ નિકોલસ પૂરનનો કેચ છોડ્યો હતો. આ કેચ ભારત માટે મોંઘો હતો કારણ કે પૂરને રોવમેન પોવેલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચમાં તેની ટીમને પરત લાવ્યો હતો અને તેણે તોફાની અડધી સદી ફટકારી હતી. આ પછી ૧૫ ઓવરમાં કોહલીએ ડાઈવ કરીને રોહિત શર્મા પાસેથી કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. પોવેલે પણ નિર્ણાયક અડધી સદી ફટકારી હતી. પોવેલને ૧૬મી ઓવરમાં તેનું બીજું જીવતદાન મળ્યું. ઓવરનો પાંચમો બોલ પોવેલના બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપર પંત પાસે ગયો પરંતુ તે કેચ લઈ શક્યો નહીં.વિરાટ કોહલી અને ઋષભ પંતના અર્ધસદી બાદ, ભુવનેશ્વર કુમારની ડેથ ઓવરમાં કસીને કરેલી બોલિંગની મદદથી ભારતે શુક્રવારે બીજી ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને વનડે શ્રેણીમાં ૩-૦ થી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ રવિવારે ઈડન ગાર્ડન્સમાં રમાશે. ટીમ ઈન્ડિયાને બીજી ્‌૨૦ માં ચોક્કસપણે જીત મળી પરંતુ કેપ્ટન રોહિત શર્મા પોતાના ખેલાડીઓથી નારાજ દેખાયો છે.

Follow Me:

Related Posts