ડિજિટલ કનેક્ટિવિટીએ મહામારીમાં શિક્ષણ વ્યવસ્થાને બચાવી રાખી :વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રીય બજેટની પોઝિટિવ અસરને લઈને વેબિનારને સંબોધિત કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આપણી આજની યુવા પેઢી દેશના ભવિષ્યનો કર્ણધાર છે. યુવા પેઢી જ ભવિષ્યના નેશન બિલ્ડર્સ છે. આવામાં યુવા પેઢીને સશક્ત બનાવવાનો અર્થ છે ભારતના ભવિષ્યને સશક્ત બનાવવું. તેમણે વધુમાં કહ્યું કે ડિજિટલ કનેક્ટિવિટી જ છે જેણે કોરોના વાયરસ મહામારીના આ દોરમાં આપણી શિક્ષણ વ્યવસ્થાને બચાવી રાખી. આપણે જાેઈ રહ્યા છીએ કે કેવી રીતે ભારતમાં ઝડપથી ડિજિટલ ડિવાઈડ ઓછું થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બજેટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગૂ કરવામાં મદદ કરશે. રાષ્ટ્રીય ડિજિટલ યુનિવર્સિટી એક અભૂતપૂર્વ પગલું છે. તેનાથી સીટોની કમીની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. અમર્યાદિત સીટો હશે.
હું તમામ હિતધારકોને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરું છું કે ડિજિટલ યુનિવર્સિટી જેમ બને તેમ જલદી શરૂ થાય. વેબિનારને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ ૨૦૨૨માં શિક્ષણ ક્ષેત્ર સંલગ્ન ૫ ચીજાે પર ખુબ ભાર અપાયો છે. પહેલી છે ગુણવત્તાપૂર્ણ શિક્ષણનું સાર્વભૌમિકરણ, બીજુ કૌશલ વિકાસ, ત્રીજુ છે શહેરી પ્લાનિંગ અને ડિઝાઈન, ચોથું છે આંતરરાષ્ટ્રીયકરણ- ભારતમાં વિશ્વસ્તરીય વિદેશી યુનિવર્સિટી અને પાંચમું છે એવીજીસી- એનિમિશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ કોમિક. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ માતૃભાષા દિવસ પણ છે. માતૃભાષામાં શિક્ષણ બાળકોના માનસિક વિકાસ સાથે જાેડાયેલું છે. અનેક રાજ્યોમાં સ્થાનિક ભાષાઓમાં મેડિકલ અને ટેક્નિકલ એજ્યુકેશનનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે.
Recent Comments