આજના આ સમયમાં અનેક લોકો ચહેરાની ખૂબ જ કેર કરતા હોય છે. ચહેરો બરાબર ના હોય તો તમારી પર્સનાલિટી પણ એકદમ ખરાબ પડે છે. આ માટે તમારો ચહેરો ક્લિન હોવો ખૂબ જ જરૂરી છે. જો કે આજની આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો પોતાની સ્કિનનું બરાબર ધ્યાન આપી શકતા નથી.
ફાસ્ટ લાઇફમાં દરેક લોકો પાસે સમયનો અભાવ હોવાથી તેઓ કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. પણ તમને જણાવી દઇએ કે જો તમે કેમિકલ પ્રોડક્ટસનો વધારે ઉપયોગ કરો છો તો તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. પણ જો તમે આ ઘરેલું ફેસ પેકનો ઉપયોગ કરો છો તો તમારો ચહેરો નિખરી ઉઠે છે અને સાથે સ્કિન સોફ્ટ પણ થાય છે.
આ રીતે ઘરે ચંદન-હળદરનો ફેસ પેક બનાવો
2 ચમચી ચણાનો લોટ
2 ચમચી ચંદનનો પાઉડર
અડધી ચમચી હળદર
કપૂર
પાણી, દૂધ અથવા ગુલાબજળ
ફેસ પેક બનાવવાની રીત
આ પેક બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ, ચંદન પાઉડર, કપૂર અને હળદર લો. અને ત્યારબાદ પાણી, દૂધ કે ગુલાબજળમાં મિક્સ કરો અને થોડી ઘટ્ટ પેસ્ટ બનાવો. તો તૈયાર છે તમારો ફેસ પેક. હવે આ ફેસ પેકને ચહેરા પર હળવા હાથે લગાવો અને 10 મિનિટ સુધી લગાવેલો રાખો. ત્યારબાદ ફેસને ચોખ્ખા પાણીથી વોશ કરી લો. જો તમે આ ફેસ પેક દરરોજ તમારા ચહેરા પર લગાવશો તો ચહેરો ખીલી ઉઠશે અને સાથે ખીલ જેવી અનેક સમસ્યાઓ પણ દૂર થઇ જશે. આ ફેસ પેક તમારા ચહેરાની સ્કિનને સુંવાળી પણ કરે છે. આ ફેસ પેક માત્ર 5 જ મિનિટમાં તમે ઘરે બનાવી શકો છો. આ ફેસ પેકમાં કોઇ કેમિકલ ના હોવાને કારણે તમારી સ્કિનને ડેમેજ નથી કરતું અને સ્કિનને સોફ્ટ કરે છે.


















Recent Comments