રોજ સાંજે જમવામાં શું બનાવું એ દરેકને પ્રશ્ન થતો હોય છે. દરેક લોકોના ઘરમાં સાંજના જમવામાં પ્રોબ્લેમ થતા હોય છે. આમ, જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તમારા માટે આજે અમે લઇને આવ્યા છીએ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. આ સાથે જ વઘારેલો રોટલો ઘરે થોડી જ વારમાં બની જાય છે. તો આ રીતે બનાવો તમે પણ ઘરે.
સામગ્રી
બાજરીના રોટલા-4 નંગ
1 મોટો ગ્લાસ છાશ
લસણની પેસ્ટ
સમારેલા ઝીણાં મરચા
રાઇ
હળદર
લાલ મરચુ
મીઠું સ્વાદાનુંસાર
બનાવવાની રીત
- વઘારેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ બાજરીના રોટલા બનાવો અને એને ઠંડા થવા દો.
- હવે બાજરીના રોટલાનો ભુક્કો કરો.
- રોટલાનો ભુક્કો કર્યા પછી એને છાશમાં થોડીવાર પલળવા દો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં રાઇ અને જીરું નાંખો.
- ત્યારબાદ એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા નાંખો.
- હવે આમાં છાશમાં પલાળેલો રોટલાનો ભુક્કો નાંખો અને બરાબર હલાવો.
- રોટલો નાખ્યા પછી ગેસ ધીમો રાખવાનો છે.
- હવે સ્વાદાનુંસાર મીઠું, હળદર અને મરચુ નાખીને થોડી વાર થવા દો.
- ત્યારબાદ 4-5 મિનિટ ગેસ પર થવા દો.
- હવે આમાં ઉપરથી કોથમીર નાંખો જેથી કરીને ટેસ્ટ વધારે મસ્ત આવે.
- તો તૈયાર છે વઘારેલો રોટલો.
- વધારેલો રોટલો ખૂબ જ ઝડપથી તમે ઘરે બનાવી શકો છો.
- તમે ક્યાંય ફરવા ગયા હોવ અને બહારથી આવીને ફટાફટ રોટલો બનાવો છો તો ખાવાની મજા પડી જશે.
- શિયાળામાં તમે વઘારેલા રોટલામાં લીલું લસણ પણ નાંખી શકો છો.
Recent Comments