રાષ્ટ્રીય

એલોવેરા જેલથી આ રીતે ખીલને કરી દો છૂ, જાણો બીજા ફાયદાઓ પણ

એલોવેરા સ્કિન માટે સૌથી બેસ્ટ છે. એલોવેરા હેલ્થની અનેક સમસ્યાઓને પણ ચપટીમાં દૂર કરી દે છે. જો તમને સ્કિનમાં કોઇ પ્રોબ્લેમ હોય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરાનો રસ ચહેરા પર લગાવવાથી સ્કિન ખીલી ઉઠે છે અને સાથે સોફ્ટ પણ થાય છે. તો જાણી લો તમે પણ એલોવેરાના આ ફાયદાઓ વિશે…

  • એલોવેરાના પાનના રસમાં નારિયેળના તેલ મિક્સ કરો અને પછી એને કોણી, ઘૂંટણ અને એડિઓ પર લગાવો. ત્યારબાદ કોટનના કપડાથી લૂંછી લો. જો તમે આ તેલ દરરોજ લગાવશો તો તમને ઢીંચણમાં થતા દુખાવામાં રાહત મળશે.
  • તમને કબજીયાતની તકલીફ હોય તો દરરોજ સવારે એલોવેરાના પાનનું સેવન કરવાથી આ સમસ્યામાંથી આરામ મળે છે.
  • સ્કિનની અનેક તકલીફોને દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ છે. જો તમને ચહેરા પર બહુ પિંપલ્સ થતા હોય તો તમે એલોવેરાની અંદરથી જેલ કાઢો અને પછી એ જેલને ચહેરા પર લગાવો. જો તમે આ જેલ સતત ચહેરા પર લગાવો છો તો ચહેરો મસ્ત ક્લિન થઇ જાય છે અને કાળા ડાધા ધબ્બા પણ દૂર થઇ જાય છે.
  • તમારા વાળ બહુ ડેમેજ થઇ ગયા હોય તો એલોવેરા જેલને તમારા વાળમાં લગાવો. આ જેલ તમારે સતત 15 દિવસ સુધી વાળમાં લગાવવી પડશે. જો તમે સતત આ જેલ વાળમાં લગાવશો તો વાળ સિલ્કી થશે અને સાથે ગ્રોથમાં પણ વધારો થશે.
  • શરીરમાં કોઇ જગ્યાએ વાગ્યુ હોય અને ત્યાં ડાઘ પડી ગયો હોય તો તમે ત્યાં એલોવેરા જેલ અને એમાં હળદર લગાવીને હળવા હાથે ઘસવાથી ડાધ દૂર થઇ જાય છે અને સ્કિન સોફ્ટ થાય છે.
  • એલોવેરા જેલ, મુલ્તાની માટી અને ચંદનનો પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ખીલ દૂર થાય છે.

Related Posts