કાલેડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરતા ૨ કરોડના વાહનો જપ્ત કરાયા
પાટણના સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે ખાણ ખનીજ વિભાગ પાટણની ટીમે દરોડો પાડી ગેરકાયદે ગૌચરની જમીન પર ખોદકામ કરી માટીની ચોરી કરતા ચાર ડમ્પર અને એક હિટાચી મશીન મળી કુલ રૂ. બે કરોડના વાહનો જપ્ત કર્યા હતા.કાલેડા ગામે ગેરકાયદે ખોદકામ થતું હોવાની તંત્રને બાતમી મળતા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીએ તેમની ટીમ સાથે દરોડો કરી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતાં ચાર ડમ્પર અને એક હિટાચી મશીન મળી કુલ રૂ બે કરોડના વાહન જપ્ત કર્યા હતા.
બાદમાં ખોદકામ સ્થળ પર તંત્રએ માપણી કરતા અંદાજે રૂ. ૧૦ લાખની ૪૦૦૦ મેટ્રિક ટન માટીનું ખોદકામ થયેલું છે. નજીકમાં પચકવાડાથી કાલેડા રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરવામાં આવ્યું હોવાની ચોકાવનારી હકીકત તંત્રની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
Recent Comments