ખંભાળિયા નજીક ૧૪.૮૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
ખંભાળિયા પંથકમાં પીએસઆઈ એલ.એલ. ગઢવી તથા પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે રહેલા જી.જે. ૧૨ વી. ૬૫૭૫ નંબરના ટાટા ૪૦૭ ટેમ્પોને ઢાંકીને રાખવામાં આવેલી તાલપત્રી ઊંચકાવીને જાેતા પ્રથમ તો અહીં ઘાસ તથા લીલી મકાઈ જાેવા મળી હતી. જેને બહાર કાઢી, અને જાેતાં તેની નીચેથી રોયલ ચેલેન્જ અને મેકડોનવેલ નંબર વન નામની વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
આથી આ ટેમ્પોને પોલીસે ડ્રાઇવર મારફતે ખંભાળિયાના પોલીસ મથકમાં લાવી, ચેકીંગ કરતા તેમાંથી ૧૯૩ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ રૂા.૮,૦૪,૦૦૦ ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૬૦૮ બોટલ તથા રૂા.૨,૮૩,૨૦૦ ની કિંમતની ૭૦૮ બોટલ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ ભરીને રાખવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કુલ રૂપિયા ૧૦,૮૭,૨૦૦ ની કિંમતની ૨,૩૧૬ બાટલી વિદેશી દારૂ તથા રૂપિયા ચાર લાખની કિંમતના ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૪,૮૭,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
સોઢા તરઘરી ગામે સ્થાનિક આસામીઓની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આ ગામમાં રહેતા એક આસામીના સંબંધી અને જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આલાપ સોસાયટી ખાતે રહેતા મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા મૂકી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આથી પોલીસે આ દારુ પ્રકરણમાં મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા (રહે. જામનગર)ને હાલ ફરારી ગણી, મયુરસિંહ તથા અન્ય સંડોવાયેલા મનાતા શખસોની શોધખોળ હાથ ધરી છે.ખંભાળિયા – જામનગર રોડ પર સોઢા તરઘરી ગામે એક આસામીના રહેણાંક પાસે રહેલા એક ટેમ્પોમાં પોલીસે ચેકિંગ કરતા આ ટેમ્પામાંથી રૂપિયા ૧૦.૮૭ લાખની કિંમતની ૧૯૩ પેટી વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. ઘાંસ તથા મકાઈની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો આ તોતિંગ જથ્થો મૂકી જનારા બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Recent Comments