fbpx
ગુજરાત

અંકલેશ્વરના ૨ શક્સોએ સીઝરો પર ૩ રાઉન્ડ ફાયરિંગ કરી અપહરણ કર્યાની ફરિયાદ

કરજણ તાલુકાના કિયા ગામના પાટીયા પાસે આવેલ અલ્ટો કાર લઈને ઉભેલા સીઝરો પાસે અંકલેશ્વરના એક અને એક પાતળી કંઠીના ઈસમ સીઝરો પાસે ક્રેટા કાર લાવી કહેલ મારી બૈરી ઉપાસના એકલી ગાડીમાં હોવા છતાં તેં ગાડી રોકી, મારી બૈરીને જેમ-તેમ બોલ્યો, તમને સહેજ પણ શરમ નથી આવતી એમ કહી રિવોલ્વર કાઢી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ સીઝર મહેશભાઈ ચંદ્રસિંહ પરમારને માર મારી કારમાં બેસાડી અપહરણ કરી એના ગામ મીયાગામ લઈ જઇ મહેશની ફેંટ પકડીને કારમાંથી બહાર કાઢી ઘર પાસે ઉભો રાખી ગાળો બોલી તેની પત્ની મનીષાબહેનને તારો ઘરવાળો હાઈવે ઉપર ગાડીઓ રોકે છે.

તારા મીયાગામના સીઝરોને કહી દેજે કે અને છોડાવવો હોય તો મારા ઘરે અંકલેશ્વર આવજાે એમ કહી ગાડીમાં બેસાડી મીયાગામ ચોકડી પાસે કરણસિંહ સિંધાની ઓફિસે લઈ જઇ બંધ હોવાથી મહેશને પાછો કારમાં બેસાડી પોર સુધી લઈ જઇ બાદ બપોરે પાલેજ ઓવરબ્રિજ નીચે ઉતારી ભરૂચ તરફ નાસી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કરજણ નેશનલ હાઈ વે ૪૮ પર જેમાં પોર કરજણ ટોલનાકા અને કિયા ગામના પાટીયા પાસે સીઝરો ઉભા રહે છે

અને રોડ પરથી પસાર થતી કારોના લોનના હપ્તા બાકી હોય એવી કારો સીઝ કરે છે. જેમાં કિયા ગામના પાટીયા પાસે અલ્ટો ગાડી લઈને ઉભેલા સીઝરો પર ઍક કાળા કલરની કાર આવી અને એમાંથી બે ઈસમો ઉતરીને સીઝરો પર હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમજ એમાંથી એક યુવકને માર મારી કારમાં બેસાડી કરજણ ટોલનાકા લઈ જઇ ત્યાંથી યુવકને એના ઘરે મીયાગામ લઈ ગયા બાદ યુવકને પોર લઈ જઇ પાલેજ ખાતે ઉતારી દીધો હતો. યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરના બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts