અમરેલી

અમરેલી જીલ્લા માં શેત્રુંજી નદી તેમજ અન્ય નદીની રેતી લોકોને સસ્તા ભાવે રોયલ્ટી ભરી રેતી મળી રહે તે માટે આવેદનપત્ર આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સાવરકુંડલા કૉંગ્રેસ ટીમ

 અમરેલી જીલ્લા ના સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ઘણા વર્ષોથી રેતી માટેની મોટી સમસ્યા સર્જાયેલ છે. જેમાં ભૂ-માફિયાઓ દ્વારા જેતે વિસ્તાર ની નદીના પટો માંથી ગેર કાયદેસર રેતી ખન્ન થઇ રહી છે, અને બારોબાર  આવા લેભાગુ તત્વો દ્વારા રેતીના ઉચા ભાવો સામાન્ય લોકો પાસેથી લઈને આપી રહ્યા છે. જેના કારણે આવી રેતી ચોરી થતા સરકારશ્રી ને કોઈ આવક ઉત્પન થતી નથી, અને સામાન્ય લોકો મોટી રકમ ચૂકવી ને પરેશાન થઇ રહ્યા છે. થોડા સમય પહેલા ના  વાવાઝોડા દરમ્યાન અમરેલી જીલ્લામાં ખુબજ મોટા પ્રમાણ માં નુકશાન થયેલ છે, જેમાં આમ સામાન્ય લોકોના મકાનો ધરાસાઈ થયેલ છે, જેમના મકાનો બનાવવા માટે રેતી ના ભાવો આસમાને પહોચ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો મકાનો બનાવી શકે તેવી હાલ સ્થિતિ રહી નથી, તેમજ કડિયા સમાજ આ ધંધા સાથે સંકળાયેલ હોય તેમની સ્થિતિ હાલ બેરોજગાર જેવી છે. ત્યારે ભૂ-માફિયાઓ દ્વારા એક ટ્રેક્ટર દીઠ ૮૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા લઇ રહી છે જે પણ સરકારશ્રીને રોયલ્ટી ભર્યા વગર સીધે સીધી આમ જનતાને વહેચી રહી છે, જેના કારણે સરકાર શ્રીની તિજોરી માં કોઈ આવક નથી થતી અને ઉલટાનું આમ જનતા આવા લેભાગુ તત્વો મોટી રકમ પડાવી ને આમ જનતા પીસાઈ રહી છે.

ત્યારે ધારાસભ્યશ્રી  પ્રતાપ દુધાત તથા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબત ને વખોડમાં આવેલ છે અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલ છે કે પ્રજાના હિત માટે સરકાર શ્રી દ્વારા રોયલ્ટી પાસ આપી અથવા તો જેતે વિસ્તારમાં રેતી માટેના બ્લોક પાડવામાં આવે તો સરકાર શ્રી તેમજ આમ જનતા ને તેમાં ફાયદો થાય તેમ છે. જેથી આજ રોજ તમામ સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર પાઠવીને  સરકારશ્રી ને ધ્યાન દોરી ને સરકારશ્રીના હિત અને અને આમ જનતા ને સસ્તા દરે રેતી મળી રહે તે માટે આજુ બાજુની નદીઓ માંથી બ્લોક પાડવામાં આવે અથવા તો રોયલ્ટી પાસ થી રેતી આપવામાં આવે જેથી આમ જનતા ને પોતાના મકાનો અથવા તો અન્ય બાંધકામ કરી શકે જે અન્વયે આ આવેદનપત્ર મારફત ની રજૂઆત પાઠવામાં આવે છે જેમાં ધારાસભ્ય શ્રી સાથે સાવરકુંડલા શહેર પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયા,તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, હિતેશભાઈ જયાણી, નાશીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, તેમજ , જસુભાઇ ખુમાણ, ભરતભાઈ ગીડા, ભૌતીક્ભાઈ સુહાગીયા, મુન્નાભાઈ ડાભી, વિનુભાઈ ગુંદરણીયા, અશ્વિનભાઈ ધામેલીયા,  વગેરે સાથે રહીને આવેદનપત્ર પાઠવેલ હતું.

Related Posts