fbpx
ગુજરાત

ઠાસરા પંથકમાં બાઈક પરથી પડી જવાથી શિક્ષકનું મોત

મુળ પ્રાંતિજ તાલુકાના અને હાલ આણંદના ઉમરેઠમાં થામણા રોડ પર રહેતા ૪૭ વર્ષિય બીપીનભાઇ કાળાભાઇ પરમાર પોતે ખેડા જિલ્લાના ચિતલાવ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ તેઓ ઠાસરાના મંજીપુરા-રાણીયા રોડ પરથી પોતાનું બાઇક નં. (જીજે-૦૯-સીટી-૩૦૦૭) ચલાવીને આવતાં હતાં. આ દરમિયાન આકસ્મિક રીતે બાઇક પરથી પડી જતાં તેઓ શરીરે ઘવાયા હતા. અકસ્માત બાદ ઘવાયેલા બીપીનભાઇને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બીપીનભાઇ પરમારનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે તેમના પુત્ર રાહુલ પરમારે ડાકોર પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ઠાસરા પંથકના મંજીપુરા-રાણીયા રોડ પર આકસ્મિક રીતે બાઇક ચાલક પડી જતાં મોતને ભેટ્યા છે. ચિતલાવ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકનુ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સંદર્ભે ડાકોર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Follow Me:

Related Posts