fbpx
રાષ્ટ્રીય

નાના-નાના કાળા મરીમાં છે અદભુત ગુણો, કેન્સરથી લઇને આ રોગો સામે લડવાની ધરાવે છે તાકાતc

દરેક લોકોના રસોડામાં કાળા મરી હોય છે. કાળા મરી ભોજનનો સ્વાદ તો વધારે છે અને સાથે-સાથે અનેક બીમારીઓમાંથી પણ છૂટકારો અપાવે છે. એમાં પણ જો તમે કાળા મરી વધારેલી ખીચડીમાં નાંખો છો તો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે કાળા મરી તમારી હેલ્થ માટે કઇ રીતે ફાયદાકારક છે.

 ખીલ-કાળા ડાધા-ધબ્બાને દૂર કરે

તમારા ચહેરા પર બહુ ખીલ થઇ ગયા હોય અને કાળા ડાધા ધબ્બા પડી ગયા હોય તો તમે એક ચમચી કાળા મરીનો પાઉડર લો અને એમાં 2 ચમચી દહીં મિક્સ કરો. ત્યારબાદ એમાંથી એક પેસ્ટ તૈયાર કરો અને એને ચહેરા પર લગાવો. હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આ પ્રોસેસ તમે રોજ કરશો તો ચહેરા પરના ખીલ અને કાળા ડાધા ધબ્બા દૂર થઇ જશે.

કેન્સર સામે લડવામાં મદદરૂપ

અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે કાળા મરીમાં પિપેરીન નામનું રસાયણ હોય છે જે કેન્સર સામે લડવાની તાકાત ધરાવે છે. તમે કાળા મરીને હળદર સાથે લો છો તો એની અસર વધારે દેખાય છે. કાળા મરી અને હળદર ખાસ કરીને મહિલાઓએ લેવું જોઇએ જેથી કરીને બ્રેસ્ટ કેન્સર સામે લડી શકાય.

ફેટ ઓછું કરે

એક અહેવાલ મુજબ કાળા મરી તમારા શરીરના ફેટને ઓછુ કરવાનું કામ કરે છે. જો તમે દરરોજ સવારમાં બે કાળા મરી ચાવો છો તો આપોઆપ ફેટ ઓછુ થવા લાગે છે.

મસુડાના સોજા દૂર કરે

મસુડામાં આવતો સોજો અને શ્વાસની દુર્ગંધની સમસ્યાને દૂર કરવા માટે કાળા મરી સૌથી બેસ્ટ છે. એક ચપટી મીઠું લો અને એમાં કાળા મરીનું પાણી મિક્સ કરો. ત્યારબાદ આનાથી મસૂડા પર ઘસો. થોડા જ સમયમાં રાહત થઇ જશે.

Follow Me:

Related Posts