અત્યાર સુધીમાં ૧૧ તબક્કામાં ૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૪૭ કરોડ દરિદ્ર નારાયણોને ર૬ હજાર કરોડના લાભ-સહાય હાથોહાથ પહોચાડયા ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. ૧રમા તબક્કામાં ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન ૩૩ જિલ્લા-૪ મહાનગરોમાં યોજાશે. અત્યાર સુધીમાં ૧૧ તબક્કામાં ૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૪૭ કરોડ દરિદ્ર નારાયણોને ર૬ હજાર કરોડના લાભ-સહાય હાથોહાથ પહોચાડયા છે. ત્યારે આજે દાહોદમાં ૬૮પ૦૦ ઉપરાંત વનબાંધવોને ૩૮૦ કરોડની વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં હવે ગરીબીમાં નથી જ રહેવું એવું સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ દરિદ્રનારાયણને ગરીબીમાંથી બહાર લાવી આર્થિક સશક્તિકરણ માટે ર૦૦૯-૧૦થી આ ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓના ૧૧ તબક્કા દ્વારા ૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧ કરોડ ૪૭ લાખ દરિદ્રનારાયણ, જરૂરતમંદ લોકોને ર૬ હજાર ૬૦૦ કરોડ ઉપરાંતના સહાય-લાભ હાથોહાથ પહોચાડવામાં આવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ : અત્યાર સુધી ગરીબ કલ્યાણ મેળા થકી જાણો કેટલા લોકોને કેટલા કરોડની મળી છે મદદ


















Recent Comments