fbpx
રાષ્ટ્રીય

જમ્મુકાશ્મીરમાં બે આતંકવાદી માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી. બે દિવસ પહેલા પણ આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા.

આ આતંકવાદીઓ પાસેથી એક છદ્ભ ૪૭ રાઈફલ, એક મેગેઝિન અને ૨૪ રાઉન્ડ એકે દારૂગોળો મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામા અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે એક સૂચનાના આધારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રહેમુ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો.

Follow Me:

Related Posts