કોંગ્રેસની શિબરમાં રાહુલ ગાંધી દ્વારકાધિશના દર્શન કરી હાજરી આપશે
કોંગ્રેસ પ્રદેશની ચિંતન શિબિરનો દ્વારકા ખાતે પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના નમન કરી પૂજા વિધિ કરી હતી. નોંધનીય છે કે આ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવશે. “ભગવાન દ્વારકાધીશના શરણમાં રહીને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને ગુજરાતીઓ આનંદ અનુભવે તે માટે ગુજરાત પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોએ દ્વારકાધિશને પ્રાર્થના કરી છે. તમામ ગુજરાતીઓ કોંગ્રેસના શાસન માટે ગર્વથી કહે આ અમારું ગુજરાતનું શાસન છે, જેમાં ખેડૂતોને ન્યાય મળતો હોય, વિદ્યાર્થીઓને રોજગારી મળતી હોય, મહિલાઓને સુરક્ષા મળે તે માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિનંતી અને પ્રાર્થના કરાઈ છે.
તેમજ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવશે.” “આશરે એક કલાક બાદ ચિંતન શિબિરમાં રાજ્યના જુદા-જુદા ૧૮ વિષયો પર રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સમસ્યાઓ અને રોજગાર, મહિલા સુરક્ષા પર ચિંતન કરવામાં આવશે. તેમજ સંગઠનની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તમામ મુદ્દા પર કોંગ્રેસ શું કરશે તેના પર ચિંતન શિબિરમાં ચર્ચા થશે. જ્યારે ચિંતન શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, ચૂંટાયેલા શહેર અને જિલ્લાના પ્રમુખો અને પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સહિત ગુજરાતમાંથી ૫૦૦ લોકોને બોલાવાયા છે, જે તમામ લોકો જાેડાશે.” ૨૬ તારીખે રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી આપવાના છે, ત્યારે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ચિંતન શિબિરમાં હાજરી આપશે.
ત્યારબાદ તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ચિંતન શિબિરનું સમાપન થશે અને દ્વારકા ડેક્લેરેશનનું ગુજરાત અને ગુજરાતીના ન્યાયના અધિકારોની લડત માટે કોંગ્રેસના દ્રષ્ટિકોણથી રજૂઆત કરવામાં આવશે.” આ શિબિરનો એ જ અર્થ છે કે ગહન ચર્ચા કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં જ્યારે ગુજરાત ભયમુક્ત-ભ્રષ્ટાચાર મુક્ત નથી અને સલામતીની વાતો કરીને આવતી ભાજપની સરકારમાં સામાન્ય બેન-દીકરીઓ સલામત નથી, ત્યારે ગાંધી-સરદારના મૂલ્યો પ્રસ્થાપિત કરવા કોંગ્રેસ લડત ચલાવશે.
Recent Comments