અનેક છોકરીઓને માસિક સમયે ખીલ થતા હોય છે. ઘણી છોકરીઓને આ ખીલ બહુ મોટા થતા હોય છે તો ઘણી છોકરીઓને આ ખીલ પરુંવાળા પણ થતા હોય છે. ખીલ થવાને કારણે ચહેરો ખરાબ લાગે છે. આમ, જો તમે માસિક સમયે થતા ખીલમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
- માસિક સમયે થતા ખીલમાંથી છૂટકારો મેળવવા માટે તમે એપલ સાઇડ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. માસિક આવવાના 7 દિવસ પહેલા તમે કોટનમાં એપલ સાઇડ વિનેગર લઇને ચહેરા પર લગાવો. ત્યારબાદ વિનેગર સુકાઇ જાય એટલે મોં ધોઇ લો. આમ કરવાથી માસિક સમયે થતા ખીલમાંથી રાહત મળશે.
- ટી ટ્રી ઓઇલ ખીલને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. માસિક શરૂ થવાના 10 દિવસ પહેલા તમે ચહેરા પર ટી ટ્રી ઓઇલ લગાવો છો તો ખીલ ઓછા થશે અને સાથે ડાધા પણ પડશે નહિં. આ ઓઇલ તમે કોઇ લોશનની અંદર પણ મિક્સ કરીને લગાવી શકો છો.
- તમે પુષ્કળ પાણી પીવાનું રાખો. ખીલને દૂર કરવા માટે તમારે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. આ સાથે જ જો તમે પિરીયડ્સ પહેલા રોજ એક ગ્લાસ કોઇ પણ ફ્રૂટનું જ્યૂસ પીવો છો તો તમને ખીલમાંથી રાહત મળે છે.
- પિરીયડ્સ સમયે હંમેશા તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો. જો તમે આ દિવસોમાં બહુ સ્ટ્રેસ લો છો તો તમને ખીલ થવા લાગે છે. આ માટે તમે પિરીયડ્સ સમયે ટેન્શન ફ્રી રહો, જેથી કરીને ખીલ ઓછા થાય અને સાથે તમને અનેક દુખાવામાંથી પણ રાહત મળે.
- પિરીયડ્સ સમયે તમે તમારા ડાયટમાં લીલા શાકભાજીને એડ કરો. લીલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે.
Recent Comments