આઇફોનની જાહેરાતની કોઈ અસર નહીં : કોરોના ગયો હોય એમ સમજી 5.70 લાખ લોકોએ અમદાવાદમાં રસી લેવાનું ટાળ્યું
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીકરણ ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અમદાવાદ વિસ્તારની અંદર 100 ટકા રસીકરણ પૂર્ણ થાય તે હેતુથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ પ્રથમ ડોઝ લીધો હોવા છતાં તારીખો વીતી ગઈ તો પણ 5 લાખ 70 હજાર લોકોએ હજી સુધી કોરોના વેકેસીન નો બીજો ડોઝ લીધો નથી. અગાઉ અમદાવાદ કોર્પોરેશન દ્વારા iphone આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને 5 થી 10 જેટલા લોકોને iphone પણ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત તેલના પાઉચ પણ સ્લમ વિસ્તારમાં અનેક લોકોને વેક્સિન લીધા બાદ આપવામાં આવી રહ્યા છે, તે છતાં પણ હજુ સુધી બીજો ડોઝ લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે . કોરોનાની ત્રીજી લહેર ગયા બાદ જાણે કોરોના જ જતો રહ્યો હોય તે રીતે લોકો અત્યારે બજારમાં બિન્દાસ ફરી રહ્યા છે. આટલા દિવસ વીત્યા છતાં બીજો ડોઝ વેક્સિન નો લીધો નથી પ્રથમ ડોઝ લીધા બાદ મહિનાઓના મહિનાઓ વીતી ગયા છે પરંતુ બીજી વેક્સિન લેવા નથી આવ્યા. 1465 લોકોએ 300 દિવસ થી વેક્સિન નથી લીધી તો 57 હજારને 200 દિવસ ઉપરનો સમયગાળો વિતી ચૂક્યો છે. 1.32 લાખે 100 દિવસ વીતવા છતાં બીજો ડોઝ લેવાનો બાકી છે. લાંબા સમયથી વેક્સિન લેવાની બાકી હોય તેવા 90 હજાર લોકો છે.
Recent Comments